________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૯૯ નિદોષ જીવોને પણ જીવન પ્રિય છે. તેમની આ રીતે ધર્મને નામે દૂર કતલ કરવાથી જ જો સ્વર્ગ મળતું હોય તો તેવા સ્વર્ગને ધિક્કાર છે. પરમાત્મા સર્વજ્ઞનાથે અહિંસામય ધર્મ કહેલો છે. હિંસક યજ્ઞધર્મ કરીને તો તું ઉભય લોકને બગાડી રહ્યા છે. પરલોકનું સ્વર્ગ તો પછી, પણ અહીં તો નર્કાગાર જેવી મારી જેલના સળિયાની પાછળ પુરાવું પડશે.'
રાવણની આજ્ઞા એટલે વિશ્વના માટે અલંધ્ય! જે રાવણની આજ્ઞાને અવગણે, તેના પર મતના ઓળા ઊતરે, રાવણના આગમનના સમાચાર સાંભળતાં જ પેલા પહાડકાય પહેલવાન ભૂદેવોના અંગે કંપારી વછૂટી! પરસેવાથી રેબઝેબ થઈ ગયા. અને યજ્ઞમંડપ મૂકીને ઘરભેગા થઈ જવા લાગ્યા. પરંતુ ત્યાં તો કોલાહલ થઈ ગયો! કુંભકર્ણ અને બિભીષણની જોડી યજ્ઞમંડપના દ્વારે પહોંચી ગઈ હતી! ભાગતા ભૂદેવોને કુંભકર્ણ પડકાર્યા :
ઊભા રહો, ઊભા રહો... ક્યાં ભાગો છો હત્યારાઓ? ઊભા રહો, તમને જ આ યજ્ઞની વેદી પર વધેરીને સ્વર્ગના દેવતા બનાવીએ! મુંગા પ્રાણીઓને...' કોઈની ચોટલી પકડીને ધુણાવ્યા, તો કોઈને બોચી પકડીને ધુણાવ્યા. મેઘવાહન અને ઇન્દ્રજિતે જઈને પશુઓના વાડા ભાંગી નાખ્યા. પશુઓને બંધનમાંથી મુક્ત કરી દીધાં અને બન્ને યજ્ઞના મંડપમાં આવ્યા.
અરે, કાકા! લાવોને, આ હોમનો કુંડ એમને એમ સળગી રહ્યો છે તો ભૂદેવોને સ્વર્ગની યાત્રા કરાવીએ...'
ખલાસ! કુંભકર્ણન તો કોઈ કહેનાર જ જોઈતું હતું. હૃષ્ટપુષ્ટ ભૂદેવને બે હાથે ઉપાડ્યા, હાહાકાર વર્તાઈ ગયો. એકએક બ્રાહ્મણના હાંજા ગગડી ગયા. એક પછી એક બધાની આ દશા કુંભકર્ણ કરશે..' એ વિચારે બ્રાહ્મણોને જીવતા જીવે યમનાં દર્શન થવા લાગ્યાં. પરંતુ યજ્ઞના અગ્નિમાં બ્રાહ્મણ હોમાય, તે પહેલાં મત રાજા દોડતો યજ્ઞમંડપમાં પહોંચ્યો અને યજ્ઞનું વિસર્જન કરી દેવાની આજ્ઞા કરી. કુંભકર્ણ અને બિભીષણને પણ હાથ જોડી, બ્રાહ્મણોને મુક્ત કરવાની વિનંતી કરી. ત્યારે કુંભકર્ણે કહ્યું :
રાજન! આ ભૂદેવોને સ્વર્ગમાં મોકલીએ, બિચારા આ મનુષ્યલોકમાં દુ:ખી થઈ રહ્યા છે!'
‘ભાઈસાબ, છોડો, કૃપા કરો. આવી હિંસા નહિ કરીએ.” બ્રાહ્મણો હાથ જોડીને કરગરવા લાગ્યા. કુંભકર્ણને દયા આવી, બ્રાહ્મણોને મુક્ત કર્યા. મરુત રાજાનો રાજમહાલય
For Private And Personal Use Only