________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૧૦૧ આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક મોક્ષે જશે, બે નરકે જશે.' મુનિવરો તો આકાશમાર્ગે આગળ ચાલી ગયા, પરંતુ તેમની વાતચીત અમારા ગુરુદેવે સાંભળી. તે ચમકી ઊઠ્યા. તેમના કરુણાસભર અંતઃકરણમાં તણ વેદના થઈ. ખિન્ન ચિત્તે તેમણે વિચાર્યું :
અહો! આ નિર્ઝન્ય મુનિવરો હતા. તેમણે તો મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે. તેઓ અસત્ય તો કદાપિ ન બોલે. તો શું મારા શિષ્યો નરકમાં જશે? વળી આ ત્રણમાંથી કોણ મોક્ષે જશે અને કોણ નરકે જશે? એ સ્પષ્ટતા મુનિવરોએ કરી નથી, તો હવે સૌપ્રથમ મારે આ નિર્ણય કરવો જોઈએ.'
આખી રાત અમારા ત્રણેયના પરલોક અંગેના વિચાર કરતાં ગુરુદેવ ક્ષણવાર પણ ઊંધ્યા નહિ અને અમારા પરલોકનો નિર્ણય કરવાની યોજના ઘડી કાઢી. હજુ પ્રભાત થયું ન હતું ત્યાં ગુરુદેવે અમને ત્રણેયને જગાડ્યા. ગુરુદેવના ચરણમાં વંદના કરી ત્યારે ગુરુદેવે અમારા હાથમાં દરેકને એક એક કૂકડો આપ્યો. અમે કંઈ સમજી શક્યા નહિ. તેથી અમે પૂછયું :
ગુરુદેવ! આને અમે શું કરીએ?'
એનો વધ કરવાનો છે, પણ એવી જગ્યાએ કે જ્યાં કોઈ પણ જોતું ન હોય.' ગુરુદેવે કહ્યું. અમે ત્રણેય એ જ ક્ષણે મનમાં તર્ક-વિતર્ક કરતા એ કૂકડાઓ લઈને જંગલના માર્ગે વળ્યા.
રાજપુત્ર વસુ અને ગુરુપુત્ર પર્વત નિર્જન પ્રદેશ આવતાં વિચારવા લાગ્યા કે ‘ગુરુદેવના કહેવા મુજબ આ સ્થાન બરોબર છે. અહીં કોઈ જોતું નથી.' આમ વિચારીને ત્યાં કૂકડાનો વધ કરીને પાછા વળ્યા.
હું આશ્રમથી ઘણો દૂર નીકળી ગયો. એવા અરણ્યમાં પહોંચ્યો કે જ્યાં મનુષ્ય કે પશુ-પંખીઓ, કોઈ દેખાતું ન હતું. હું ત્યાં ઊભો રહી ગયો અને ગુરુદેવની આજ્ઞાનું પુનઃસ્મરણ કરી, એના પર ચિંતન કરવા લાગ્યો. ‘ગુરુદેવે કહ્યું છે : “આ કુકડો તારે એવા પ્રદેશમાં મારવાનો છે જ્યાં કોઈ જોતું ન હોય..” જ્યારે અહીં તો આ કૂકડો જઈ રહ્યો છે, હું જોઈ રહ્યો છું, અસંખ્ય તારાઓ જોઈ રહ્યા છે, લોકપાલો જોઈ રહ્યા છે, દિવ્યદૃષ્ટા જ્ઞાની પુરુષો જોઈ રહ્યા છે. અહ! આમ વિચારતાં તો એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈ ન જોતું હોય! અને આ હકીકત ગુરુદેવ જાણતા જ હોય, છતાં તેમણે આવી આજ્ઞા કરી, તેમાં તેઓનું તાત્પર્ય કૂકડાને નહિ મારવાનું જ હોવું જોઈએ. તેઓ વિશ્વના તમામ જીવો પ્રત્યે કરુણા, કૃપાને ધારણ કરનાર હિંસા કરવાની
For Private And Personal Use Only