________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૯૭
સિંદૂર, ને કંકુથી કપાળને રંગતા, મંત્રોચ્ચારથી હોઠને ફફડાવતા, અનેક બ્રાહ્મણોની વચ્ચે તેમણે મનોમન વિચાર્યું કે જરૂર આ રાજા જ મહાઅનર્થનું મૂળ છે. એ જ આ યજ્ઞ કરાવતો લાગે છે.
નારદજી તો રાજાની પાસે પહોંચ્યા.
‘અરે રાજન! આ તમે શું શરૂ કર્યું છે?' પશુઓની કારમી ચિચિયારીઓ સાંભળીને ખળભળી ઊઠેલા કૃપાસાગર નારદજીએ રાજાને જ પ્રશ્ન કર્યો. કેમ આપને ન સમજાયું? આ તો બ્રાહ્મણનું પરમ ધર્મભૂત યજ્ઞકર્મ થઈ રહ્યું છે!' મત રાજાએ નારદજીના પ્રશ્નનો ઉત્તર આપ્યો.
‘પણ તે યજ્ઞમાં આ પશુઓની શી જરૂર?’
‘તે પશુઓને આ યજ્ઞની ભડભડતી આગમાં હોમવામાં આવશે...’
અરરર... ભયંકર પાપ... ભયંકર પાપ!' નારદજીને રાજાની આ વાત સાંભળતાં ત્રાસ ત્રાસ થઈ ગયો.
‘તેમાં તમે કેમ અકળાઈ ગયા? આ પશુઓને હોમવાથી પશુઓને સ્વર્ગની પ્રાપ્તિ થશે, દેવો તૃપ્ત થશે!'
‘આવું ભૂત તમને કોણે વળગાડ્યું? પશુઓને હોમવાથી પશુઓને સ્વર્ગ મળશે એમ? તો પછી તમે જ કૂદી પડો ને? તમારે સ્વર્ગ નથી જોઈતું? પહેલાં તો આ બધા ગોળમટોળ પેટાળિયા ધર્મચાંડાલોને જ હોમવા જોઈએ.’
નારદની આગઝરતી વાણીથી બ્રાહ્મણો સમસમી ઊઠ્યા. પરંતુ મરુત રાજાએ નારદજીને પૂછ્યું :
‘તો શું આ મહાધર્મ નથી?’
'ના, જરાય નહિ. યજ્ઞ જો તારે કરવો હોય તો અહિંસક યજ્ઞ કર.’
‘તે કેવી રીતે?’
શરીરને યજ્ઞની વેદિકા સમજ.
આત્મા એ યજ્ઞ કરનાર છે.
તપ એ અગ્નિ છે.
જ્ઞાન એ ઘી છે.
કર્મો એ સમિધ (લાકડાં) છે. ક્રોધાદિ એ પશુઓ છે.
For Private And Personal Use Only