________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૧૨. નારદજીનો ભેટો :
'ભાઈ! આ પશુઓને અહીં કેમ ભેગાં કર્યાં છે?' તમે કોઈ પરદેશી લાગો છો! અહીં એક મહાયજ્ઞ થાય છે...' ‘તેમાં આ પશુઓની શી જરૂર છે?' ‘તમે ય ભલાભોળા લાગો છો? યજ્ઞમાં આ પશુઓને હોમવામાં આવશે, સમજ્યા?'
હું?’ હા!”
માથે ઊંચી જટા, હાથમાં વીણા, પગમાં પાવડી, દેવર્ષિ નારદ જલમાર્ગે, સ્થલમાર્ગ અને આકાશમાર્ગે પૃથ્વી પર પરિભ્રમણ કરતા કરતા રાજપુરનગરમાં આવી ચડ્યા. અને એ તો દેવોના લાડકવાયા ઋષિ! સીધા પહોંચ્યા રાજમહેલમાં, પરંતુ રાજમહેલની બહાર તો મોટા ભવ્ય મંડપો બંધાયેલા અને સેંકડો, હજારો પશુઓનાં ટોળાં તેમણે જોયાં. રાજમહેલમાં અનેક ભૂદેવોની અવરજવર જોઈ. દેવર્ષિ દ્વારે જ થંભી ગયા. એક નાના બ્રાહ્મણપુત્રની સૌમ્યાકૃતિ જોઈ દેવર્ષિએ તેને બોલાવ્યો અને તેની સાથે વાતચીત કરી. પશવધની વાતથી દેવર્ષિને દુભાયેલા અને રોષે ભરાયેલા જોઈ બ્રાહ્મણપુત્ર યજ્ઞમંડપમાં સરકી ગયો.
નારદજીનું કમલકોમળ હૈયું કમકમી ઊઠ્ય. ધર્મના નામે, ધર્મના પડદા પાછળથી થતી ઘોર હિંસા, મહાન અન્યાય, ભયંકર ધતિંગ જોઈ તેમણે આ યજ્ઞને બંધ કરાવવાને મનોમન દઢ સંકલ્પ કર્યો.
અરે... ... ભૂદેવ...” કેમ? કોણ છે તું?' ‘પણ જરા ઊભા તો રહો?”
શું કામ છે? મોઢેથી ભસ ને....' યજ્ઞમંડપમાં જતા એક ગોળી જેવડા પેટવાળા, મોટા કોળા જેવડા મોવાળા, અને થાંભલા જેવડા જાડા પગવાળા ભૂદેવને જતા જોઈ, નારદજીએ તેમને ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૂદેવે તો શંકરનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ક્ષણ વારમાં યજ્ઞમંડપમાં અલોપ થઈ ગયા.
નારદજી યજ્ઞમંડપ તરફ વળ્યા. લાલપીળાં પીતાંબરોથી વીંટાળેલા, ભસ્મ,
For Private And Personal Use Only