________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
-
૧૦. વિશ્ર્વવિજયની યાત્રાએ સૂર્યોદય થઈ ગયો હતો. પુષ્પક વિમાન તીવ્ર વેગથી નિત્યાલોક નગર તરફ ઊડી રહ્યું હતું.
દશમુખના પ્રતાપી મુખ ઉપર ઉન્માદ અને ઉમંગની રેખાઓ ઊપસી રહી હતી. નિત્યાલોક નગરીની રૂપસુંદરી રત્નાવલીને પરણવા માટે તે જઈ રહ્યો હતો, વિમાન અષ્ટાપદ પર્વત પરથી પસાર થઈ રહ્યું હતું ત્યાં એક સખત આંચકા સાથે તે થંભી ગયું. અખ્ખલિત ગતિશીલ પુષ્પક વિમાન આમ અકસ્માતથી અટકી જતાં દશમુખ છેડાઈ પડ્યો.
કોને મોતના મહેમાન બનવાની ઇચ્છા જાગી છે?' ગર્જના કરતા દશમુખે વિમાન પર્વતના એક શિખર પર ઉતાર્યું. સૂક્ષ્મ દૃષ્ટિથી તેણે ચારેકોર નિરીક્ષણ કર્યું. ત્યાં તો બાજુમાં જ એક શિખર પર મહામુનિ વાલીને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા જોયા. રાવણના મુખમાંથી સળગતા શબ્દો છૂટ્યા.
શા માટે આ દંભ કરે છે? શા માટે હજુ મારો પીછો નથી મૂકતા? પહેલાં પણ કોઈ અજબ માયાથી મને બગલમાં દબાવ્યો. હજુ પણ, ના ના, આજે તો હું તારી અંતિમ વિધિ જ કરી નાખું! ચન્દ્રહાસની સાથે મને ઉપાડીને તેં સમુદ્રની આસપાસ ઘુમાવ્યો તો આજે આ આખા પર્વતની સાથે તને ઉપાડીને લવણ સમુદ્રમાં પધરાવી દઉં!'
અભિમાની મનુષ્યની આવી જ ઘેલછા હોય છે. એક વખત વીર વાલીએ પોતાની જે દુર્દશા કરી છે તેની વેદના હજી શમી નથી. ત્યાં ફરીથી એ પરાક્રમીની સામે ધૂળ ઉડાડવાની ચેષ્ટા કરી રહ્યો છે! જાણે છે કે પોતાની એક હજાર વિદ્યાઓ, વાલીના બગલમાં પોતે સપડાય ત્યારે નાકામિયાબ નીવડી હતી, છતાં એ વિદ્યાશક્તિના બળ પર પુનઃ વિશ્વાસ ધારણ કરી નવી આફત વહોરી રહ્યો છે.
એ અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યો. પૃથ્વીને ચીરીને પર્વતની નીચે ઘૂસ્યો. હજારે વિદ્યાઓનું એક સાથે સ્મરણ કરીને વિરાટકાય પર્વતને તેણે ઉપાડવાની શરૂઆત કરી.
ધડાધડ શિલાઓ ગબડવા માંડી. શિખરો તૂટવા લાગ્યાં. એવો ભયાનક અવાજ થવા લાગ્યો કે હજારો યોજન સુધી તેના પડઘા પડવા લાગ્યા.
વાલી મહર્ષિએ અવધિજ્ઞાનના દિવ્યપ્રકાશમાં દશમુખના અધમ કૃત્યને જોયું. તેમનું કરણાભર્યું હયું કમકમી ઊઠયું.
For Private And Personal Use Only