________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ર
જૈન રામાયણ અર૨૨, આ પાપી કેવું દુષ્ટ સાહસ કરી રહ્યો છે? મારા પ્રત્યેના રોપથી આ ભયંકર સંહાર કરવા પ્રેરાયો. ભરતેશ્વરે નિર્માણ કરેલા આ ભવ્ય તીર્થનો ઉચ્છેદ કરી નાંખશે.' મહામુનિએ રાવણના કુકૃત્યનું પરિણામ વિચાર્યું.
પણ તેથી મારે શું? મારે અને વિશ્વને શો સંબંધ છે? મેં જગતથી સંબંધને તોડી નાંખ્યો છે. અરે, જ્યાં મારા શરીર પરથી પણ મ મમત્વનું વિસર્જન કર્યું છે, ત્યાં મારે આ બધાં પરિણામના વિચાર કરવાથી શું?'
મહામુનિ એકત્વ ભાવમાં ગયા; પરંતુ પાછા વળી ગયા, જ્યારે અનેકના વિચાર કરવાની પવિત્ર ફરજ ઉપસ્થિત થઈ હોય ત્યારે કેવળ જાતનો વિચાર કરનાર જ્ઞાની ન કહેવાય. મહામુનિ વિચારે છે :
“ચૈત્યરક્ષા અને જીવરક્ષાનાં કર્તવ્યો આજે મારી સામે છે, મારાથી એના પ્રત્યે ઉપેક્ષા કેમ થઈ શકે? રાગ અને દ્વેષને જરાય ઊંચાનીચા થવા દીધા વિના આ નરાધમને કઈક પરચો દેખાડું.'
અનેક મહાન શક્તિઓના સાગરસમા મહામુનિએ માત્ર પોતાના પગના એક અંગૂઠાને જ પર્વતના શિખર પર દબાવ્યો.
ઊંચો થયેલો પહાડ નીચે જવા માંડ્યો. પૃથ્વી ફાડીને નીચે પહેલા રાવણ દબાયો, ખૂબ દબાયો, અરે એવો દબાયો કે ભયાનક ચીસ પાડી ઊઠ્યાં, રાડ પાડી ઊઠ્યો.
ત્યારથી એ “રાવણ” કહેવાયો. દીનતાભર્યો અવાજ જ્યાં મહામુનિને કાને પડ્યો તરત જ તેમણે દબાયેલો અંગુઠો ઉપાડી લીધો! કૃપાના સાગર મહામુનિને રાવણ પ્રત્યે ક્યાં રોષ જ હતો! એક માત્ર અનર્થથી એનું વારણ કરવું હતું, તે થઈ ગયું એટલે બસ!
શિક્ષામાત્ર કરવાની બુદ્ધિથી જે પગલું ભરાય તે જુદું અને રોપથી જે પગલું ભરાય તે જુદું. મહાન પુરુષો બીજાની ભૂલ દેખતાં અનિવાર્ય સંજોગોમાં દ્વેષ વિના શિક્ષા કરે ખરા, પરંતુ જ્યાં એ ભૂલ દૂર થયેલી જુએ એટલ શિક્ષા બંધ કરી દે. જ્યારે જગતના પામર જીવો બીજાની ભૂલ જોઈ રોષે ભરાય છે, ગુસ્સો કરે છે. પછી રોપમાં ને રોષમાં બીજાને શિક્ષા કરવા જાય છે, ભલેને પછી સામાએ પોતાની ભૂલ કબૂલી લીધી હોય, દોષ દૂર કર્યો હોય, છતાં પેલો તો રોષમાં એ જ વિચારવાનો કે “બરાબર, એવી શિક્ષા કરે કે ફરીથી માથું જ ન ઊંચકે, તેને સીધાદોર કરી નાખું. હમણાં તો એ ભૂલ કબૂલે છે, પણ ફરીથી પાછા એવા ને એવા! માટે ભયંકર શિક્ષાના જ આ તો ઘરાક!' પાછા એ શિક્ષા
For Private And Personal Use Only