________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ મળ્યા. બહેનના અપહરણની વાત સાંભળતાં જ રાવણના દેહમાં આગ લાગી, પણ મંદોદરી સાથે જ હતી. નણંદના અપહરણ ના સમાચારે પતિ પર પાડેલા પ્રત્યાઘાતો ચતુર મંદોદરી કળી ગઈ.
આટલો બધો ધમધમાટ કરવાની શી જરૂર છે?' મંદોદરીએ કહ્યું. કેમ?' ‘આ પ્રસંગે આપ જે વિચાર કરો છો તે સુયોગ્ય નથી.” ‘પણ તને શું ખબર કે હું કયો વિચાર કરું છું?'
ઓહો! મારા નાથ, આપની સાથે આટલાં વર્ષો એક સહધર્મિણી તરીકે પસાર કર્યા, તે શું પાણીમાં ગયાં છે? મારા હૃદયેશના મુખ પરના ભાવોથી સમજી શકું છું કે આપ કયા વિચારમાં છો!” ‘કહો ત્યારે હું શું વિચાર કરું છું?' બહેનનું અપહરણ કરનારને શિક્ષા કરવાનો!' બરાબર
ના, બરાબર નથી! આપ જરા સ્વસ્થચિત્તે વિચારો. જીવનમાં બનતા પ્રસંગોએ મનુષ્ય જો સ્વસ્થતાપૂર્ણ વિચાર કરતો નથી તો તે પાછળથી પસ્તાય છે.' “તારે શું કહેવું છે ?' ‘એ જ કે યુદ્ધનો વિચાર માંડી વાળો. કન્યા અવશ્ય કોઈન આપવાની જ છે. તે સ્વયં જ કુલીન વરને પ્રેમપૂર્વક વરી છે. તેમાં શું ખોટું છે? ચનખા માટે ખર સુયોગ્ય ભર્યા છે. એટલું જ નહિ, પરંતુ પરાક્રમી પર તમારો પણ એક વિશ્વાસપાત્ર સેવક બનશે. માટે હું તો કહું છું કે આપણા પ્રધાન પુરુષાને મોકલી ચન્દ્રનખાનો ખરની સાથે વિવાહ કરી દેવો જોઈએ અને પાતાલલંકા સન્માન સાથે સોંપવી જોઈએ!”
રાવણા તો સાંભળી જ રહ્યો. મંદોદરીની રાજકારણમાં પ્રવેશતી સૂક્ષ્મ પ્રજ્ઞા પર રાવણના આશ્ચર્યનો પાર ન રહ્યો.
મંદોદરી રાવણને કેવા માર્ગે દોરી રહી છે? શાંતિના માર્ગે, એટલું નહિ, પરંતુ આ નીતિ દ્વારા તે રાવણની પ્રતિષ્ઠાને વધારી રહી છે. જ્યારે ખરને આ વાતની જાણ થશે ત્યારે તેના હૈયામાં રાવણ પ્રત્યે કેવા સદૂભાવ તથા સ્નેહ જાગશે!
ત્યાં ખૂબ એકાગ્ર ચિત્તે મંદોદરીની વાત સાંભળી રહેલા બિભીષણ અને કુંભક પણ મંદોદરીના માર્ગદર્શન પર મસ્તક ધુણાવ્યાં, મહોરછાપ મારી.
For Private And Personal Use Only