________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
જેન રામાયણ સંયમ સ્વીકારી, કર્મવનને સળગાવી દેવા, તીવ્ર તપને તપવા માંડયા. જ્યાં કર્મવન બળીને ખાખ થઈ ગયું ત્યાં તો મુક્તિવાસમાં જઈ પહોંચ્યા.
રાવણ કથાકારની આ કથા એક રસે સાંભળી રહ્યો હતો. “વાલી વાનરદ્વીપનો અધિપતિ બન્યો. પોતાના નાનાભાઈ સુગ્રીવને યુવરાજપદે સ્થાપ્યો. સુગ્રીવ પણ વાલીને પગલે પગલે ચાલનારો છે, તેની દષ્ટિમાં નિર્મળતા છે. તેના વિચારો ન્યાયપૂત છે, તેનું અંતઃકરણ કરુણાભીનું છે. તેના બાહુ પરાક્રમી છે. આમ સુગ્રીવ, નલ અને નીલની સાથે વાલી પ્રચંડ શક્તિને ધારણ કરી રહ્યો છે.” કથાકારે વાલીના પરાક્રમની પેટ ભરીને પ્રશંસા કરી.
પરંતુ એ કથાકાર ક્યાં જાણતો હતો કે એની કરેલી પ્રશંસા એક ભયંકર વિગ્રહનું બીજ બનનારી છે!
ગીપુરુષોની પ્રશંસા પણ ક્યારેક ગુણીપુરુષોને સંકટમાં મૂકી દેનાર બને છે. ગુણીપુરુષોની પ્રશંસા પણ એવી વ્યક્તિઓ આગળ ન કરવી જોઈએ કે એ પ્રશંસા પર જે અંતરના અનુમોદન પાથરવા માટે તૈયાર ન હોય,
બીજાના મહાન ઉત્કર્ષની કથા સાંભળી એના અનુમોદનની પુષ્પાંજલિ ચઢાવનારા પુરુષો પૃથ્વી પર બહુ થોડા મળશે.
વીર વાલીને પોતાનાં ચરણોમાં ઝુકાવવાની મેલી મુરાદ રાવણના હૈયામાં જન્મી. સભાનું વિસર્જન કરી દઈ, રાવણ પોતાના ખાનગી મંત્રણાલયમાં પહોંચી ગયો અને પોતાના વિશ્વાસપાત્ર દૂતને બોલાવ્યો. દૂતને વિસ્તારથી વાલી પરનો સંદેશો આપી, કિષ્કિન્ધા તરફ રવાના કર્યો અને વાલી શો પ્રત્યુત્તર આપે છે તેની રાહ જોતો બેઠો.
0
0
0
For Private And Personal Use Only