________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાની રાજસભામાં તરત જ રાવણે મય અને મારીચ નામના બે રાક્ષસવીરોને બોલાવ્યા અને આજ્ઞા કરી:
જાઓ, પાતાલલંકામાં જઈને ચન્દ્રનખાનો ખર વિદ્યાધર સાથે મહોત્સવપૂર્વક વિવાહ કરી આવો.”
બંને રાક્ષસ વિદ્યાધરો પાતાલલંકામાં પહોંચ્યા. ખરની સાથે ચન્દ્રનખાનું લગ્ન કરી, પાતાલલંકા ખર સોંપી લંકા પાછા આવ્યા.
કાળની ગતિ અખ્ખલિત છે. વર્ષો વીત્યાં.
લંકાનું રાજ્ય સુવ્યવસ્થિત બન્યું. રાવણની રાજ્યસભામાં સર્વ વિષય ચર્ચાવા લાગ્યા. દેશ અને પરદેશની કથળતી કે સુધરતી પરિસ્થિતિઓ પર સમાલોચનાઓ થવા લાગી. રાવણની સભામાં, કલાકારો કીર્તિ કમાવા માંડ્યા. સંગીતકારો આવે છે, રાવણને રીઝવી જાય છે. ચિત્રકારો આવે છે, રાવણને પ્રસન્ન કરી જાય છે. નૃત્યકારો આવે છે, રાવણને ખુશ ખુશ કરી જાય છે. કથાકારો આવે છે, રાવણને રસતરબોળ કરી જાય છે.
રાવણ પણ તેમને એવા ધનભરપૂર કરી દે કે સંગીતકારો સંગીતમાં ગાવા લાગ્યા! ચિત્રકારો ચિત્રમાં રંગ પૂરવા લાગ્યા! નૃત્યકારો નૃત્યમાં ઉતારવા લાગ્યા અને કથાકારો કથામાં પ્રવાહ વહેતો કરવા માંડ્યા! એક દિવસ એક કથાકારની વાતમાંથી એક વાત નીકળી પડી.
વાત આ હતી.
કિષ્કિન્ધામાં સૂર્યરજા સુખપૂર્વક કાળ નિર્ગમન કરતો હતો. તેની ઇન્દુમાલિની રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડવામાં આવ્યું વાલી, વાલીની વીરતા અજોડ. વાલી જ્યાં તરુણવયમાં આવ્યો ત્યાં તેણે કમાલ કરવા માંડી.
રોજ તે “જંબુદ્વીપ' ને પ્રદક્ષિણા દેવા માંડ્યો અને સર્વ જિનચૈત્યોની યાત્રા કરવા માંડ્યો.
ઇન્દુમાલિનીએ બીજા એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ “સુગ્રીવ' પાડવામાં આવ્યું અને ત્યાર બાદ જે પુત્રીને જન્મ આપ્યો તેનું નામ સુપ્રભા હતું. સૂર્યરજાના ભાઈ યક્ષરજાની અર્ધાગના હરિકાન્તાએ પણ બે પ્રબળ પરાક્રમી યુવાનોને જન્મ આપ્યો. તેમનાં નામ નલ અને નીલ પાડવામાં આવ્યાં.
વૃદ્ધ સૂર્યરજાએ નવી પ્રજાને નિહાળી. તેણે જોયું કે “વાલી વિશ્વનો અજોડ પરાક્રમી છે.” બસ! રાજ્ય વાલીને સોંપી સૂર્યરજાએ સંસારનો ત્યાગ કર્યો.
For Private And Personal Use Only