________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
જેન રામાયણ વાલીએ યુદ્ધના મેદાનમાં પ્રયાણ કર્યું. પરાક્રમીને યુદ્ધનો અતિથિ ખરેખર પ્રિય હોય છે!
ખૂનખાર જંગ જામ્યો.
બંને પક્ષે જીવોની ભયંકર ખુવારી થવા લાગી. પરંતુ આ ખુવારી જોઈ વાનરપતિ વીર વાલીનું હૃદય રડી ઊઠ્યું.
શા માટે આટલો બધો નિરર્થક પ્રાણીસંહાર?' તરત જ વાલીએ પોતાના રથને રાવણની તરફ હંકાર્યો. રાવણની સામે આવી, વાલીએ રાવણને કહ્યું :
“હે દશમુખ! વિવેકી મનુષ્યને સુક્ષ્મ જંતુ-માત્રનો વધ કરવા ન શોભે તો પછી આ પંચેન્દ્રિય જીવોની હત્યા તો કેવી રીતે શોભે? કદાચ તું કહીશ કે દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવા માટે, આ હત્યા કરવી પડે. તો પણ હું કહું છું - પરાક્રમીઓ પરાક્રમીઓની સાથે લડી લઈ આ નિર્દોષ જીવોનો સંહાર શું ન અટકાવી શકે? તું પરાક્રમી છે એટલું જ નહિ, પરંતુ પરમાત્મા જિનેશ્વરનો ઉપાસક શ્રાવ કે છે. આ સૈન્ય દ્વારા યુદ્ધ કરવાનું મૂકી દે. જે યુદ્ધ સાચે જ રૌરવ નરક માટે છે.'
વાલીનાં સત્ત્વછલોછલ સત્યવચન દશમુખના માનસ પર ધારી અસર ઉપજાવી શક્યાં. દશમુખ ધર્મના મર્મને પિછાણ્યો.
બંને પક્ષે સૈન્યોને યુદ્ધવિરામનો આદેશ અપાઈ ગયો. સૈન્યનું યુદ્ધ થંભી ગયું. બંને રાજેશ્વરોનું યુદ્ધ પ્રારંભાઈ ગયું.
રાવણે મંત્રપૂત અસ્ત્ર છોડવા માંડ્યાં, કપીશ્વરે પ્રતિપક્ષી અસ્ત્રોથી રાવણનાં અસ્ત્રોને છેદી નાંખ્યાં. રાવણનાં શસ્ત્રો મંત્રો, અને અસ્ત્રો... વીર વાલીએ બધાંને નિષ્ફળ બનાવી દીધાં.
જેમ જેમ રાવણ નિષ્ફળ થતો ગયો તેમ તેમ તેનો રોષ વધતો ચાલ્યો. રાવણે અંતિમ ચન્દ્રહાસ ખડગ ઉપાડ્યું.
મહાદારણ ખડગ લઈને રાવણ વાલીની તરફ ધસ્યો, ત્યાં વાનરસૈન્યમાં હાહાકાર મચી ગયો. સુગ્રીવ, નલ, નીલ, વગેરે પરાક્રમી વીરોની આંખોમાંથી અંગારા વરસવા માંડ્યા. બીજી બાજુ રાક્ષસ સૈન્યમાં હર્ષની ચિચિયારીઓ થવા માંડી.
પણ ક્ષણ વારમાં કંઈ અવનવું જ બની ગયું! માતેલા સાંઢની જેમ ધસમસતા આવતા રાવણને મહાવીર વાલીએ રમતમાં ને રમતમાં દડાની જેમ ડાબા હાથે ઉપાડ્યો, બગલમાં બાવ્યો અને વાલી આકાશમાં ઊડ્યો. બિચાર, રવિન્દ્રહાસ
For Private And Personal Use Only