________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જૈન રામાયણ “હે રાજન! હું લંકાપતિ મહારાજ દશમુખનો દૂત છું અને તેમનો એક મહત્ત્વનો સંદેશો લઈને આવ્યો છું’ દૂતે વાતના પ્રારંભ કયો. “કહો, મિત્રે શો સંદેશો મોકલ્યો છે?'
આપથી અજાણ નહિ જ હોય છતાં કહી દઉં કે અમારા પૂર્વજ કીર્તિધવલ અને તમારા પૂર્વજ શ્રીકંઠ. શ્રીકંઠ દુમનોથી ત્રાસ પામી અમારા પૂર્વજ કીર્તિધવલના શરણે આવેલા.
કીર્તિધવલે શ્રીકંઠનું શત્રુથી રક્ષણ કરી, પોતાના તે સાળાને આ વાનરદ્વીપ આપેલો. બસ, પછી તો જે જે વાનરદ્વીપના રાજાઓ થયા, તેમણે લંકાપતિનું સ્વામીત્વ સ્વીકાર્યું. લંકાપતિઓએ પણ તેમને પોતાના સેવકો ગણીને અવસરે અવસરે તેમનું રક્ષણ કર્યું. અને તમારા પિતા સૂર્યરજાને યમના નરકાગારમાંથી કોણે મુક્ત કર્યા, તે સહુ કોઈ જાણે છે. તે સૂર્યરજાના તમે ન્યાય-નીતિ સંપન્ન પુત્રરત્ન છો! તમારે પણ તમારા પૂર્વજોને પગલે ચાલીને લંકાપતિનું સ્વામીત્વ સ્વીકારી તેમની સેવામાં ઉપસ્થિત થવું જોઈએ.'
દૂતે જે કંઈ કહેવાનું હતું તે, અટક્યા વિના, મીઠી જબાને કહી દીધું. પરન્ત વાલીના અંત:કરણમાં કંપનો દાવાનળ સગળી ઊઠ્યો. છતાંય તે આંતરિક ભાવને તેણે પોતાના મુખ પર આવવા દીધો નહિ.
ગંભીરતાનો ગુણ મનુષ્યના દેહમાં વિકૃતિ આવવા દેતો નથી. જ્યારે જેનામાં ગંભીરતા નથી હોતી તે, સામાન્ય આપત્તિના પ્રસંગમાં પણ વિકતિને વશ થઈ જાય છે.
વાલીએ જિનવાણી દ્વારા પોતાના અંતરાત્માને ગંભીર, ઉદાર અને પ્રશાંત બનાવ્યો હતો. તેણે ખૂબ જ મધુર સ્વરે તેને પ્રત્યુત્તર આપ્યો :
હે વિચક્ષણ! લંકાપતિના સંદેશને મેં સાંભળ્યો. તે સંદેશાના પ્રત્યુત્તરરૂપે હું જે કહું તે, તું તારા નાથને કહેજે.”
હું રાક્ષસરાજા અને વાનરરાજાઓના પરાપૂર્વથી ચાલ્યા આવતા સ્નેહસંબંધને જાણું છું. તે સ્નેહસંબંધ આજદિનપર્યત અખંડ રહેલો છે અને ભવિષ્યમાં પણ અખંડિત રહે તે હું ઇચ્છું છું.
પરંતુ તે સ્નેહસંબંધ સેવ્ય-સેવક તરીકેનો પૂર્વે હતો નહિ અને આજે પણ નથી. પૂર્વકાળથી આપત્તિ અને સંપત્તિમાં બન્ને વંશો સહભાગી રહેલા છે... પરસ્પર સહાયક બનેલા છે. શું મિત્ર પર આપત્તિ આવે અને બીજો મિત્ર તે આપત્તિ દૂર કરે તેથી તે બન્ને વચ્ચે સેવ્ય-સેવક સંબંધ થઈ જાય છે? લંકાપતિએ
For Private And Personal Use Only