________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાની રાજસભામાં
પ
જોતજોતામાં... રમત ફરતાં કરતાં હાથીને વશ કરી લીધો અને એના ઉપર
બેસી ગયો...
ઐરાવત પર બેઠેલો ઇન્દ્ર પણ ઝાંખો પડી ગયો!
રાવણે પરિવારને પૂછ્યું.
બોલો ભાઈઓ, આપણે આ હસ્તીરત્નનું નામ શું પાડીશું?'
‘પાડોને જંગલી હાથી!' કુંભકર્ણે પ્રકાશ્યું ને આખો પરિવાર ખડખડાટ હસી પડ્યો.
‘ના ના, એનું નામ પાડો વિશ્વરત્ન!' બિભીષણે નામ સૂચવ્યું. ‘એના કરતાં તો ‘લંકાભૂષણ' રાખો ને!' સેનાપતિ બોલ્યા.
‘મને લાગે છે કે આ હાથીનું નામ આપણે ‘શત્રુજિત' પાડીએ!' એક પરાક્રમી યોદ્ધાએ કહ્યું. બધાંને આ નામ ગમ્યું... પણ દશમુખનું મોં મલક્યું નહિ એટલે કોણ બોલે? ત્યાં દશમુખે કહ્યું :
‘આ મારા પ્રિય હાથીનું નામ ‘ભુવનાલંકાર' રાખીએ!'
બસ! નામ નક્કી થઈ ગયું. બધાંને ગમ્યું. જયજયકાર સાથે ‘ભુવનાલંકાર' નામની જાહેરાત થઈ.
ત્યાં અંશુમાલીનો ૨૫ ક્ષિતિજ પર પહોંચી ગયો હતો. રાત્રિ ત્યાં જ પસાર કરવાનો નિર્ણય થયો. હાથીને એક મજબૂત થાંભલે બાંધી દીધો. આજે રાક્ષસવીરોના આનંદની કોઈ અવિધ નથી. એક બાજુ લંકા પર વિજય! બીજી બાજુ તીર્થંકરોની કલ્યાણ-ભૂમિની પુણ્યયાત્રા અને વિશેષમાં ‘ભુવનાલંકાર’ની પ્રાપ્તિ!
ઇષ્ટસિદ્ધિ કોને આનંદિત નથી કરતી? બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ઇષ્ટની સિદ્ધિ સહુ કોઈને હર્ષિત બનાવી દે છે! ડાકુ હોય કે ઇષ્ટસિદ્ધિ બંનેને મલકાવી દે છે!
સાધુ હોય,
હર્ષિત બનવા, આનંદિત બનવા ઇષ્ટસિદ્ધિ આવશ્યક છે. એ ઇષ્ટસિદ્ધિ એવી હોવી જોઈએ કે પછીથી અનિષ્ટ આવીને અડપલું કરી ન જાય!
આકાશમાં પ્રકાશની એંધાણીઓ દેખાઈ. પંખીઓનો કલરવ શરૂ થયો. દશમુખની નિદ્રા પૂર્ણ થઈ. જાગીને તે કોઈ વિચારમાં મગ્ન થઈ ગયો અને પથારીમાં બેસી રહ્યો.
ત્યાં પ્રતિહારીએ આવીને કહ્યું : 'દેવ, એક વિદ્યાધર સેવક કોઈ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છે અને તરત આપને મળવા ઇચ્છે છે.'
For Private And Personal Use Only