________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. લંકાની રાજસભામાં
રાવણ પુષ્પક વિમાનમાં બેઠો. અલ્પ સમયમાં જ તે સમેતશિખર પર્વતની ટોચ પર આવી પહોંચ્યો. રાવણ એટલે પરમ જિનભક્ત. અનેક તીર્થકર ભગવંતોની નિર્વાણભૂમિ પર રહેલી અદ્ભુત જિનપ્રતિમાઓને તેણે વંદી.
રાવણના અંતઃકરણને સમજવાની જરૂર છે. લંકા પર વિજય પ્રાપ્ત કર્યા પછી લંકાના રંગીલા મહેલોમાં મહાલવાને બદલે તેને તીર્થકરોની કલ્યાણક ભૂમિઓને સ્પર્શવાનો મનોરથ પ્રગટ્યો! હજારો નવયૌવના સ્ત્રીઓથી ઘેરાયેલા દશમુખને વિલાસની શેરીએ શેરીએ ભટકવાને બદલે વૈરાગ્યનાં શિખરોની સહેલગાહ કરવાનાં અરમાન જાગ્યાં! સેંકડો, હજારો પ્રશંસકોની બિરૂદાવલીની શરણાઈના મધુરા સ્વરો સાંભળવાને ટાણે તેને ત્રિભુવનપતિ તીર્થકરોના ગુણાનુવાદ કરવાની અભિલાષા પ્રગટી! વિજયના સુવર્ણા સિંહાસન પર આરૂઢ થઈ “લંકાપતિ' કહેવરાવવાના પ્રસંગે પાષાણોના ડુંગરો પર જઈ જિનભક્ત બનવાની તમન્ના પ્રગટી!
તીર્થયાત્રા કરી દશમુખ પરિવાર સાથે સમેતશિખર પરથી નીચે ઊતરતો હતો ત્યાં એક વનહાથીની ગર્જના સંભળાઈ.
દશમુખના વિશાળ પરિવારના કોલાહલથી વનણાથી દૂર દૂરથી ધમપછાડા કરતો ગર્જી રહ્યો હતો.
લંકાપતિ!' પ્રહસ્ત નામનો પ્રતિહારી દશમુખની પાસે આવ્યાં. કેમ?
આ હાથી સામાન્ય નથી.' ‘ત્યારે?'
આ હસ્તીરત્ન છે!” તું શું કહેવા માગે છે?' દશમુખે પ્રહસ્ત સામે જોયું. આપના માટે તે સુયોગ્ય છે!” રાવણે એ મદોન્મત્ત હાથીને ટસીટસીને જોયો. કેવો એ સોહામણા હાથી હતો! તેના ગંડસ્થળમાંથી મદની ગંગા વહી રહી હતી. લાંબા લાંબા સુવર્ણરંગી દતુશળો સહસ્ત્રમિનાં કિરણોથી ઝગમગી રહ્યા હતા. દશમુખને વાર કેટલી!
For Private And Personal Use Only