________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જૈન રામાયણ શું બોલવું તે કન્યાઓને ઝટ સૂઝયું નહિ. ત્યાં અશોકલતાએ હામ ભીડી! તો હવે અમારો સ્વીકાર કરો...' દશમુખ તો તૈયાર જ હતો. ગાંધર્વવિધિથી ત્યાં ને ત્યાં તેણે છ હજાર કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. વિદ્યાશક્તિથી તરત જ ત્યાં એક વિશાળ અને રમણીય વિમાનનું દશમુખે સર્જન કર્યું. છ હજાર નવોઢા પત્નીની સાથે વિમાનમાં આરૂઢ થયો. પણ ત્યાં તો વિદ્યાધર આલમમાં ખળભળાટ મચી ગયો.
ખેચર કન્યાઓના રક્ષક વિદ્યાધરો વિદ્યાધર સમ્રાટ અમરસુંદરની પાસે પહોંચ્યા. હાંફળાફાંફળા થઈ ગયેલા તે વિદ્યાધરોએ સમાચાર આપ્યા :
પ્રભુ! કોઈ વિદ્યાધરપુત્ર તમારી વિદ્યાધર કન્યાઓની સાથે વિવાહ કરી કન્યાઓને ઉપાડી જાય છે! જુઓ, એ જતો દેખાય...” આકાશમાર્ગે જતાં વિમાન સામે આંગળી ચીંધી બતાવ્યું.
અમરસુંદર ફૂંફાડા મારતો ઊભો થઈ ગયો. દશમુખના દાંડિયા ડૂલ કરી નાખવા, તેણે દોટ મૂકી. પાછળ અમરસુંદરના આજ્ઞાંકિત વિદ્યાધરી તથા મિત્ર વિદ્યાધરો પણ વિવિધ હથિયારો લઈ આકાશમાર્ગે ઉભરાવા લાગ્યા.
અમરસુંદરને ત્વરાથી આવતો જોઈને નવોઢા સ્ત્રીઓએ દશમુખને કહ્યું : ‘સ્વામી ઉતાવળ કર... ઉતાવળ કરો.'
કેમ વાર?' બેપરવાઈથી જેમ વિમાન ચલાવતો હતો તેમ જ ચલાવતાં દશમુખે પૂછુયું.. પણ તેણે જોયું તો સ્ત્રીના મુખ પર ભય અને ગ્લાનિની રેખાઓ ઊપસી આવી હતી.
“સ્વામી! આ વિદ્યાધર સમ્રાટ અમરસુંદર આપણી પૂંઠે...' “અરે એ તો સાક્ષાત્ યમ છે, યમ.” બીજી સ્ત્રીએ દશમુખની બાજુમાં ખસતાં કહ્યું. ‘એકલો અમરસુંદર જ ભલભલા મહારથીઓને પૂરા કરે એમ છે.” “અરે બહેન, વળી સાથે કનકબુધ રાજા પણ લાગે છે, ખલાસ... આપણું અને આપણા સ્વામીનું..”
સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ કાયર સ્વભાવની હોય છે. આપત્તિઓનો સામનો કરવા માટેનું મનોબળ બહુ જ ઓછી સ્ત્રીઓમાં રહેલું હોય છે. સ્ત્રીઓની ભયાકુળ સ્થિતિ જોઈ દશમુખ હસ્યો.
હે પ્રિયાઓ! એ તમારો અમરસુંદર યમ છે કે હું એનો યમ છે, એ વાત તમને હમણાં જ સમજાશે !”
For Private And Personal Use Only