________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જૈન રામાયણ ગયું. કુંભકર્ણ અને બિભીષણ તો જોતજોતામાં અદૃશ્ય થઈ ગયા. સંન્ય પાછું લંકા તરફ વળ્યું. બીજી બાજુ વૈશ્રવણા ખૂબ ચિડાયાં. જ્યારે કુંભકર્ણ અને તો તોફાનનો ચટકો લાગ્યો! દિવસ ઊગે અને કંઈ ને કંઈ ધાંધલ મચાવવા જોઈએ. ઘણા દિવસો સુધી આમ ચાલ્યું. છેવટે વૈશ્રવણે દૂતને સ્વયંપ્રભનગર મોકલ્યો અને કુંભકર્ણ તથા બિભીષણની સામે પોતાના સખત વિરોધ નોંધાવ્યાં. દૂત સ્વયંપ્રભનગરમાં આવી પહોંચ્યો. સીધો જ રાજસભામાં આવીને સુમાલી સમક્ષ ઊભો રહ્યો.
કહો, કેમ આવવું થયું?' સુમાલીએ પૂછયું.
હું લંકાપતિ વૈશ્રવણનો દૂત છું અને તેમનો એક સંદેશો કહેવા માટે અહીં આવ્યો છું.'
શું કહેવું છે?'
એ જ કે તમારા સ્વચ્છંદી પૌત્રોને સંભાળો. કૂવાનાં દેડકાં જેવા એમને પોતાની શક્તિનું ભાન નથી, અભિમાનની કોઈ સીમા નથી. કપટથી અમારી લંકામાં વારંવાર આવીને તોફાન મચાવે છે. તેથી અમારા નાથ વૈશ્રવણ નરેશ બાળકો જાણી અત્યાર સુધી ઉપેક્ષા કરી છે. હું સુમાલી, હવે જો એમને તમે નહિ રોકી તો માલીને માર્ગે તમને, તમારા પોત્રો સહિત વળાવવા માટે લંકાપતિ આતુર છે.”
પણ આવાં પડકારરૂપ વચનો સાંભળી દશમુખ રાવણ જ્યાં સુધી બંઠો રહી શકે! પગ પછાડતો તે સિંહાસન પરથી ઊભો થઈ ગયો.
‘કોણ છે એ ગધેડા જેવો વૈશ્રવણ? બીજાનો ગુલામ બનીને પોતાની જાતને લંકાપતિ મનાવતો એ મોટો નિર્લજ્જ લાગે છે. તું દૂત છે એટલે તારા પ્રાણ નથી લેતો, પણ હવે તારા એ ગુલામ લંકાપતિને જ યમનાં દ્વાર દેખાડવા હું આવું છું. જા તારા નાથને કહેજે.'
દૂત ત્યાંથી સીધો જ લંકામાં આવી પહોંચ્યો અને વૈશ્રવણને રાવણનો પ્રત્યુત્તર મરચુંમીઠું ભભરાવીને સંભળાવ્યો.
આ બાજુ દૂતના ગયા બાદ તરત જ રાવણે યુદ્ધની જાહેરાત કરી. વિરાટ સેનાને શસ્ત્ર સજ્જ કરી. ત્રણેય ભાઈઓ મહાન હર્ષપૂર્વક માતા કેકસીના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચ્યા.
મારા વહાલા પુત્રો! તમારો વિજય જ થશે! તમે શત્રુઓને પરાજિત જ કરવાના, તમે તમારા પિતામહનું રાજ્ય જરૂર લેવાના!' ત્રણેયને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા.
For Private And Personal Use Only