________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
લંકાવિજય
જ્યાં યુદ્ધભરી રહેલી હતી. યુદ્ધભેરીની રક્ષા કરવા માટે વૈશ્રવણના ચાર સશસ્ત્ર સુભટ ત્યાં ઊભલા હતા. કુંભકર્ણ ગર્જના કરી, ગદાના એક પ્રહારે એક સુભટને ઢાળી દીધો. બાકીના ત્રણ સુભટોએ મરણિયા થઈને કુંભકર્ણ અને બિભીષણનો સામનો કરવા માંડ્યો. પરંતુ કેકસીના પત્રો આગળ તે કેટલું ઝઝૂમી શકે? ત્રણેય સુભટોને બિભીષણનાં તીક્ષા તીરોએ પરલોકના યાત્રિક બનાવી દીધા. | કુંભકર્ણ ત્યાં જોરશોરથી યુદ્ધની નોબત બજાવી. બિભીષણે યુદ્ધની દુંદુભિને ધધડાવી. અચાનક યુદ્ધના સૂચનથી યુદ્ધવીરો રાજમહાલયના પટાંગણમાં ત્વરાથી આવી પહોંચ્યા. સેનાપતિ વીરેન્દ્ર તો હાંફળાફાંફળો થઈ ગયો. સીધો વૈશ્રવણની પાસે પહોંચ્યો.
કેમ અચાનક યુદ્ધભેરી વગાડવામાં આવી?” સેનાપતિએ પૂછ્યું. “મને ખબર નથી, મને પણ આશ્ચર્ય થયું કે મને પૂછયા વિના કોણે યુદ્ધ ભેરી બજાવી?' વૈશ્રવણ બોલ્યો. “ચાંપતી તપાસ કરવી પડશે, કોણ છે એ નરાધમ?” આંખમાંથી અંગારા વરસાવતો સેનાપતિ યુદ્ધભેરીના સ્થળે જવા રવાના થઈ ગયો.
હજારો સુભટોને તેણે મહાલયના પટાંગણમાં ઊભરાયેલા જોયા; તરત જ પોતાના ખાસ પ્રતાપી યોદ્ધાઓને હાક મારી બોલાવ્યા. “જાઓ, એ તપાસ કરો કે યુદ્ધભેરી કોણે બજાવી? ભરીક્ષકોને અહીં મારી પાસે હાજર કરો.”
સુભટો તરત જ મહાલયની પાસે ઊભેલા ગગનચુંબી મિનારા પર ચઢયા, ઉપર જઈને જુએ છે તો વિરાટકાય કુંભકર્ણ અને તેજસ્વી બિભીષણને અનેક શસ્ત્રોથી સજ્જ થઈ ઊભેલા જોયા.
કોણ છો..?' પૂછતાં પૂછતાં તો સુભટોનાં મોઢાં બિભીષણે તીરોથી ભરી દીધાં. સુભટો ઉપરથી સીધા જ નીચે પટકાયા!
જરૂર કોઈ દુષ્ટો ઉપર છુપાયા છે.” સેનાપતિએ ત્રાડ પાડી.
છુપાયા નથી, આ રહ્યા તારી સામે!' કહેતાં બિભીષણે આકાશમાં રહ્યા રહ્યા તીરોની વર્ષા વરસાવી.
ખલાસ! ઘોર સંગ્રામ મચી ગયો. લડતા જાય છે અને બંને સરકતા જાય છે... તેઓ લંકાની બહાર નીકળી આવ્યા. ઠીક ઠીક પરચો દેખાડી પાતાળલંકાના માર્ગે આગળ વધવા માંડ્યા. ધીરે ધીરે લંકાથી ખૂબ દૂર સુધી સૈન્યને ખેંચી લાવ્યા, જ્યાં પાતાળલકાની સરહદ આવી, વૈશ્રવણનું સૈન્ય ચક્યું અને થંભી
For Private And Personal Use Only