________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. લંકાવિજય
બેટાઓ! હવે મારી ઇચ્છા તમે ક્યારે પૂર્ણ કરશો?' કૈકસીએ કંઈક વેદનાભર્યા અવાજે કહ્યું.
‘કઈ ઇચ્છા?’ બિભીષણે કંઈક સમજવા પ્રયત્ન કર્યો.
‘તમારા બાપ-દાદાનું લંકાનું રાજ્ય લેવાની.' સીધી જ સ્પષ્ટ વાત કૈકસીએ કરી.
‘ઓહો! એ વાત છે... લંકા લેવી એ તો અમારે મન મામૂલી વાત છે મા!' બિભીષણે કુંભકર્ણની સામે જોયું.
મંદિરોમાં સંધ્યાની આરતીના ઘંટ વાગી ઊઠ્યા.
કૈકસીની રજા લઈ બંને ભાઈઓ ત્યાંથી ઊઠ્યા . કૈકસી પોતાના શયનગૃહમાં પહોંચી, ત્યાં શુભ સમાચાર સાંપડ્યા કે મંદોદરીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે. સૈકસીના હૈયામાં હર્ષ ઊભરાયો. તરત જ તેણે નગરમાં ભવ્ય જિનભક્તિમહોત્સવ ઊજવવાની સેવકોને આજ્ઞા ફરમાવી, દીન-અનાથોને દાન દેવાની ઘોષણા કરાવી.
પણ બીજી બાજુ કુંભકર્ણ અને બિભીષણ તો હવે એ જ યોજનામાં પડી ગયા કે લંકાનું રાજ્ય કેમ પ્રાપ્ત કરવું?
‘ચાલ ને બિભીષણ, સીધા જઈને વૈશ્રવણને જ ખોખરો કરી નાખીએ.' ટૂંકી ને ટચ વાત કરતાં કુંભકર્ણે કહ્યું.
‘ભાઈ! આપના માટે એ અશક્ય નથી, પરંતુ મને તો એક બીજો જ ઉપાય સુઝે છે!' બિભીષણે કહ્યું.
‘શું?'
‘પહેલાં આપણે વૈશ્રવણને ત્રાસ ત્રાસ પોકારાવી દઈએ! હેરાન-પરેશાન કરી નાંખીએ, પછી એ શું કરે છે તે જોઈએ. કામનું કામ અને ગમ્મતની ગમ્મત!'
ચાલો! આપણે તો તૈયાર જ છીએ.' હાથમાં ગદાને ઉછાળતો કુંભકર્ણ આગળ થયો.
બંને મહાન પરાક્રમી,
બંને વિદ્યાસિદ્ધ યોદ્ધાઓ,
For Private And Personal Use Only