________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જૈન રામાયણ બંને ઉત્સાહભર્યા અને સાહસિક. કાળી રાતનો ગાઢ અંધકાર તેમને ડરાવી ન શકે. વિકરાળ પશુઓના ભીષણ સ્વરો તેમનાં કાળજાને થથરાવી ન શકે. પ્રતિસ્પર્ધીઓનાં હથિયારોના ખણખણાટ તેમની સાહસિકતાને ડરાવી ન શકે.
કુંભકર્ણે ગદા લીધી. બિભીષણે ધનુષ્ય અને બાણ લીધાં.
આકાશમાર્ગે પ્રયાણ કર્યું. લંકાની સરહદ પર આવી પહોંચ્યા. દીપકોની ઝળહળી જ્યોતિમાં લંકા અલકાની સરસાઈ કરતી લાગતી હતી.
સુવર્ણનો કિલ્લો લંકાની રક્ષા કરતો ચારે કોર વીંટળાઈને રહેલો હતો. રાજા વૈશ્રવણના ચુનંદા વફાદાર સૈનિકો પ્રજાના રક્ષણ માટે જિલ્લાનાં અનેક ભવ્ય દારો પર જાગતા રહેલા હતા. ‘બિભીષણ.' કેમ મોટાભાઈ?' આ આપણી લંકા અને એમાં મહાલે છે વૈશ્રવણ.” ‘હવે એનો કાળ આવી પહોંચ્યો છે.” સાચી વાત છે.' ‘હવે આપણે આપણું કાર્ય શરૂ કરીએ.”
જુઓ, પેલું છે લંકાનું મુખ્ય પ્રવેશદ્વાર જોયું?' હા.” ત્યાં જઈએ. પછી વિચારીએ કે શું કરવું.' બંને ભાઈઓ લંકાના વિરાટ દ્વાર આગળ આકાશમાંથી ઊતર્યા. ત્યાં જુએ છે તો દ્વારપાલો ઝોકાં ખાઈ રહ્યા છે! બિભીષણની આંખો ચમકી, તેના મગજમાં એક તુક્કો જાગ્યો. ધીમે પગલે તે દ્વારપાલોની પાસે પહોંચ્યો.
બંને દ્વારપાલો એકબીજાના ખભાને ટેકવીને નસકોરાં બોલાવી રહ્યા હતા. બંને મોટી મોટી મૂછોવાળા હતા.
સાચવી રહીને બિભીષણે બંનેની મૂછો ભેગી કરીને ગાંઠ મારી! પાછા આવીને કુંભકર્ણને એક ઇશારો કર્યો. ક્ષણ વારમાં કુંભકર્ણ આકાશમાં ચાલ્યો ગયો. બિભીષણ એક મોટા ઝાડ પર ચઢી ગયો.
For Private And Personal Use Only