________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ કહો, કેમ પધારવું થયું?” મમરાજ આનંદમાં છે ને?' સુમાલીએ આગમનના પ્રયોજન સાથે મયરાજની ખબરઅંતર પૂછી.
વિદ્યાધરનરેશ મયરાજ સુખશાંતિમાં છે અને તેમણે એક માંગણી કરવા મોકલ્યા છે.” મંત્રીએ સ્પષ્ટ વાત કરી.
જરૂર, કહો, શી માંગણી છે? મારી બનતી શકયતાએ માંગણી પૂરી કરીશ.”
‘અમારા મહારાજને મંદોદરી નામે પુત્રી છે, રૂપે અને ગુણે પૂરી. આપના પ્રતાપી પત્ર દશમુખ સાથે લગ્ન કરાવવા મયરાજ ઇરછે છે.”
મંત્રીની વાત સાંભળી સુમાલીને આનંદ થયો. તરત જ રત્નથવાને બોલાવીને પૂછી લીધું. સુમાલીએ મયરાજની માંગણીને સ્વીકારી.
એક બાજુ દશમુખને યોગ્ય કન્યા મળે છે, જ્યારે બીજી બાજુ દુશ્મનોના અભેદ્ય કિલ્લારૂપ વૈતાગિરિ પર એક મિત્રરાજ્ય વધે છે! સામાજિક અને રાજકીય, બંને ભૂમિકાએ આ કાર્ય સુમાલીને સુયોગ્ય લાગ્યું.
મયરાજનું મંત્રીમંડળ સુરસંગીતનગરે પહોંચ્યું. જઈને મયરાજ તથા હેમવતીને શુભ સમાચાર આપ્યા. તરત રાજપુરોહિતને બોલાવી નજીકમાં જ લગ્નનું શુભ મુહુર્ત કાઢી આપવા મયરાજે કહ્યું.
રાજપુરોહિતે પણ શુભ દિવસ અને શુભ સમય જોઈ આપ્યો. લગ્નમહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી. સ્વયંપ્રભનગરે સુમાલી તથા રત્નથવાને પણ સમાચાર પહોંચાડી દીધા. લગ્નનો દિવસ નજીક આવી પહોંચ્યો. મંદોદરીને લઈ મયરાજ ભવ્ય આડંબર સાથે સ્વયંપ્રભનગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા.
મહેમાનો માટે દિવ્ય મહાલયો નગરીની બહાર ઊભા કરી દેવામાં આવ્યા હતા. આખુંય સ્વયંપ્રભનગર રાક્ષસવંશીય કલાકારોએ અલકાપુરીની હરીફાઈ કરે તેવું શણગારી દીધું હતું.
જ્યાં વિદ્યાદેવીઓ અને દેવો સાંનિધ્યમાં હોય ત્યાં કઈ વાતની કમી હોઈ શકે?
મંગલમુહૂર્ત, દેશદેશના રાજેશ્વરોની હાજરીમાં પરાક્રમી દશમુખ રાવણનું મંદોદરી સાથે લગ્ન થઈ ગયું.
0
0
0
For Private And Personal Use Only