________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
પરાક્રમનો આરંભ
બિચારી સ્ત્રીઓ ક્યાં જાણતી હતી કે તેમનો ભર્તા એક હજાર વિદ્યાશક્તિનો સ્વામી છે? તેમને ક્યાંથી ખ્યાલ હોય કે તેમનો સ્વામી એક પ્રચંડ પરાક્રમી વિદ્યાધર રાજ કુમાર છે?
ત્યાં તો જોતજોતામાં ચારેકોરથી આકાશ વિદ્યાધરોથી છલકાયું. ધૂંધવાયેલા વિઘાધર વીર સુભટોએ દશમુખને ખતમ કરી નાંખવા શસ્ત્રોની સતત ઝડી વરસાવી.
દશમુખ ક્યાં ગાંજ્યો જાય એમ હતાં!
કળાબાજ દશમુખે વિમાનને ચારેકોર એવું ઘુમાવ્યું કે એક વિમાન નહિ પણ સંકડો - હજારો વિમાનો દેખાવા લાગ્યાં અને શસ્ત્રોની સામે પ્રતિપક્ષી શસ્ત્રોની રમઝટ બોલાવા માંડી!
વિદ્યાધર સુભટોનાં આવતાં શસ્ત્રોને અધવચ્ચેથી જ પ્રતિપક્ષી શસ્ત્રો વડે દશમુખ તોડવા માંડ્યો. બીજી બાજુ દશમુખે જોયું તો સ્ત્રીઓની વિહ્વળતા વધી રહી હતી! બાકી એને મન તો આ યુદ્ધની રમતને જરા વધુ લંબાવવાની ઇચ્છા હતી, પણ હવે યુદ્ધનો અંત લાવવાનો જ નિર્ણય કર્યો. શસ્ત્રને છોડી તેણે અસ્ત્રને પકડ્યું.
સરરરર.. કરતું પ્રસ્થાપના અસ્ત્ર અમરસુંદર વગેરે બધા વિદ્યાધર સુભટો પર પહોંચ્યું. પ્રસ્તાપના અસ્ત્ર એટલે પૂછવાનું જ શું! જ્યાં એ અસ્ત્ર પહોંચ્યું ત્યાં જ તેની અસર પથરાઈ ગઈ. વિદ્યાધરોની આંખો ઘેરાવા માંડી... હાથ, પગ શિથિલ પડવા માંડ્યા. હાથમાંથી શસ્ત્રો સરી પડવા લાગ્યાં.
પદ્માવતી વગેરે નવોઢા સ્ત્રીઓ તો આશ્ચર્ય સાથે આનંદમાં ગરકાવ થઈ ગઈ. પોત મહાપરાક્રમી પતિને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની છે, તે વાતની તેમને પૂર્ણ પ્રતીતિ થઈ.
ત્યાં તો દશમુખે બીજા અસ્ત્રને છોડ્યું. નર્યા સાપ જ સાપ! કાળા કાળા... જાડા જાડા અને લાંબા લાંબા! ફૂંફાડા મારતા સાપો પહોંચ્યા વિદ્યાધર સુભટો પાસે અને એક પછી એક ટપોટપ વીંટળાવા માંડ્યા.
જોતજોતામાં તો રાવણના નાગપાશમાં અમરસુંદર વગેરે હજારો વિદ્યાધરો બંધાઈ ગયા! જેમ ઢોરને બાંધીને ખેંચી જાય તેમ રાવણે વિદ્યાધરોને બાંધીને હવે તેમને અંતિમ ન્યાય આપવાનો વિચાર કર્યો, ત્યાં પેલી સ્ત્રીઓ આગળ આવી.
હે સ્વામી, કૃપા કરો. આ વિદ્યાધરો એટલે અમારા કોઈ પિતા છે, કોઈ ભાઈ છે, તેમને બંધનથી મુક્ત કરી અમને આનંદિત કરો.'
રાવણી તો ઉદાર હૃદયનો હતો. તેને મન તો ગુનેગારને યોગ્ય શિક્ષા થઈ ગઈ હતી, સ્ત્રીઓને પણ પોતાના પરાક્રમનો પરચો બતાવવાનું કાર્ય થઈ ગયું
For Private And Personal Use Only