________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
४०
મુખે મુર્ખ કુમારોની ગુણસ્તુતિ ગવાવા લાગી. સુમાલી અને રત્નશ્રવાનાં હ્રદયમાં હર્ષનાં મોજાં ઊછળવા લાગ્યાં. તેઓને હવે લંકાનું સ્વરાજ્ય હાથવેંતમાં લાગ્યું! ત્રણેય કુમારોને જોતાં શેર શેર લોહી ઊછળવા લાગ્યું.
દિવસ આથમ્યો.
ત્રણેય કુમારો કૈકસીની આસપાસ વીંટળાઈ વળ્યા.
ત્યાં તો કૈકસીની મુખમુદ્રા ગંભીર બની. નાના બિભીષણના મસ્તકે હાથ ફેરવતી કૈકસી બોલી :
બેટાઓ! હવે હું જગતમાં શ્રેષ્ઠ માતા બનીશ. દુશ્મનોને તમારા હાથે રણમાં રોળાયેલા જોઉં છું... ને મારી છાતી ગજગજ ફૂલે છે.'
‘મા! હવે તારા પુત્રોનાં પરાક્રમો તું જોયા જ કરે. અલ્પકાળમાં જ તારી કામના પૂર્ણ કરીને અમે રહીશું.' દશમુખે કૈકસીનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું,
‘મને સો ટકા વિશ્વાસ છે બેટા! જાઓ હવે સૂઈ જાઓ... મોડું થઈ ગયું છે. શાંતિનાથ ભગવાન તમારું રક્ષણ કરો!'
ત્રણેય ભાઈઓ પોતપોતાના શયનખંડમાં પહોંચી ગયા; અને ભાવિના ભવ્ય મનોરથમાં પરોવાઈ ગયા.
સ્વયંપ્રભનગરની શેરીએ શેરીએ... બજારે બજારે ... ચોતરે ચોતરે કુમારાની કીર્તિકન્યા રમણે ચઢી. નાના બાળકથી માંડીને વયોવૃદ્ધપર્યંત દરેકના મુખે કુમારોના પરાક્રમની પ્રશંસા થવા લાગી. આખો દિવસ ગીત-ગાન અને મહોત્સવમાં મહાલી સ્વયંપ્રભનગર નિદ્રાવશ થઈ ગયું.
એક માત્ર કૈકસીને નિદ્રા વશ ન કરી શકી. કુમારોના પોતાના પાસેથી ગયા પછી કૈફસીએ પોતાના શયનખંડમાં દીવા ઝાંખા કરી દીધા અને પલંગ પર પડી. ઊંઘવા માટે પાસાં બદલવા માંડ્યાં પણ તે ઊંઘી ન શકી. પુત્રોની ચિન્તામાં તે ઊંડી ઊતરતી ગઈ.
ત્રણેય પુત્રોને યૌવનને આંગણે આવીને ઊભેલા તેણે જોયા. તેના ચિત્તમાં તે કુમારોને યોગ્ય કન્યાઓની શોધ બાબત મોટી ગડમથલ ઊભી થઇ હતી. પલંગમાં પડી પડી તે ઘણા વિદ્યાધર રાજાઓના મહેલોમાં લટાર મારી આવી. એક પછી એક સેંકડો વિદ્યાધર કન્યાઓ તેની આંખ આગળથી પસાર થઈ ગઈ, પણ કુમારોનાં રૂપ, કુળ અને પરાક્રમના માપકયંત્રથી માપતાં કોઈના પર પસંદગી ન ઊતરી તે ન જ ઊતરી!
For Private And Personal Use Only