________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. દશમુખના લગ્ન પરાક્રમી! ક્ષમા કરો, બે હાથ જોડી મસ્તક નમાવી અનાઈતદેવે ક્ષમા યાચી. એમાં ક્ષમા શાની માગવાની? તમે તો ઉપકારી બન્યા!' રાવણે કહ્યું. એક તો તમને યમદૂત જેવી પીડાઓ આપી અને ઉપકાર?” હાસ્તો?” “તે કેવી રીતે?' ‘તમે આટલા ઉપદ્રવો ન કર્યા હોત તો આટલી ત્વરાથી વિદ્યાઓ સિદ્ધ જ ન થાત! કહો, ઉપકાર ખરો કે નહિ?”
રાવણ અને અનાર્દત હસી પડ્યા. મહાન પુરુષોનાં હૈયાં ઉદાર હોય છે. ગુનેગાર જ્યાં પોતાના ગુનાનો એકરાર કરતો આવે છે ત્યાં જ મહાન પુરુષ ગુનેગારના ગુના માફ કરી દે છે. ગુનાને ગળી જાય છે. એમના હૃદયમાં પછી એના પ્રત્યે ઊંડે ઊંડે પણ તિરસ્કાર રહેતો નથી. ફરીથી પેલો ગુનેગાર નવો ગુનો કરે ત્યારે તેના જૂના ગુના યાદ કરાવવાની બાલિશ ચેષ્ટા તે કરે નહિ.
મહાપુરુષો જૂનાં પુરાણો ખોલીને વારંવાર ગુનેગારનો તિરસ્કાર ન કરે અને આવા મહાપુરુષો પ્રત્યે, પછી પેલો ગુનેગાર કેવો દાસાનુદાસ બનીને રહે! મહાપુરુષ બનવાની આ શરત સ્વીકાર્યું જ છૂટકો, કે બીજાના ગુના તમારા મગજમાંથી ભૂંસી નાંખવાના, કે એના લિસોટા પણ ન વરતાય! રાવણને આ શરત સહજ રીતે જ વરેલી હતી.
પરિણામ એ આવ્યું કે પેલો અપરાધી દેવ રાવણનો ગુલામ બની ગયો! તેનું હૃદય રાવણની ખેલદિલી પર ઓવારી ગયું.
રાવણની... ઉદાર રાવણની... પરાક્રમી રાવણની હું સેવા શી રીતે કરું? એવી સેવા કરું કે રાવણની સ્મૃતિમાંથી હું ક્યારેય ન ભૂંસાઉ!”
અનાઈતદેવને તત્ક્ષણ એક વિચાર સ્ફર્યો. ‘પરાક્રમીની વિદ્યાસિદ્ધિની આ ભૂમિને સ્વર્ગનો એક નમૂનો બનાવી દઉં!'
સેવાના આ વિચારે દેવતા થનગની ઊઠ્યો. પોતાના દિવ્ય બળથી તરત જ ભીમારણ્યને એક નવલી નગરીમાં ફેરવી નાંખ્યું!'
For Private And Personal Use Only