________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં લાગે છે કે કાઈ ધૂતે તમારાં મોત માટે આ પાખંડ તમને શીખવ્યું છે. તમારે વળી આ વયમાં કષ્ટ સહેવાનાં હોય? જાઓ, જાઓ, ઘર ભેગા થઈ જાઓ. હા, તમારે કંઈ જોઈતું હોય તો માંગો. તમારું ઇચ્છિત વરદાન હું પૂર્ણ કરું. પણ મને તમારા આ બધા ઢોંગધતૂરા પસંદ નથી.’
અનાઇત સમજતો હશે કે આ કોઈ મામૂલી બાળકો હશે, પોતાનો સત્તાવાહી સૂર સાંભળીને ઊભા થઈ જશે! પણ રાજકુમારોની મુખમુદ્રામાં તો જરાય ફેરફાર દેખાયો નહિ . ત્યારે અનાર્દતદેવ ધૂંધવાયો. પગ પછાડતો, ત્રાડ પાડતો, તે બોલ્યો :
‘આ હું દેવ પ્રત્યક્ષ પ્રસન્ન થયો છું. છતાં તમે તમારું ધ્યાનનું પૂંછડું છોડતા નથી અને કોઈ બીજાને ઇચ્છી રહ્યા છો? હમણાં તમારી ખબર લઉં છું!'
તરત જ આંખોને ઇશારે પોતાના સેવક દેવોને બોલાવ્યા. આંગળીનો કંઈક ઇશારો કર્યો અને સેવકો ‘હા જી!' કહીને ચાલ્યા ગયા.
અલ્પકાળમાં તો ભયાનક રૂપોને ધારણ કરી સેવક દેવોએ ભયંકર ગર્જનાઓ કરવા માંડી. પર્વતોનાં આખાંને આખાં શિખરોને ઉપાડી લાવીને કુમારોની સમક્ષ ધડડડ ધડડડ પછાડવા માંડ્યા! કેટલાક દેવોએ તો વિકરાળ સર્પોનાં રૂપ કર્યાં અને ચંદનના વૃક્ષને વીંટળાઈ વળે તેમ ત્રણેયના શરીરે ભરડા લેવા માંડ્યા! છતાં કુમારો તો મેરુની જેમ નિશ્ચલ રહ્યા.
દેવોએ સિંહનું રૂપ ધારણ કર્યું અને કુમારોની સામે વિકરાળ ડાચું ફાડીને ઘુરકિયાં કરવા માંડ્યા. તો પણ કુમારોનું રુંવાંડું ય ફરક્યું નહિ.
દેવોએ ભીષણ વરૂઓનાં રૂપ ધારણ કર્યાં. કુમારોના કોળિયા કરી જવા દોડી આવ્યા. પણ કુમારોની આંખોનું પોપચું ય ઊંચું થયું નહિ.
પછી તો શિયાળ, બિલાડા, ઉંદરડા, વીંછી વગેરે અનેકાનેક થઇ શકે તેટલાં બિહામણાં રૂપ કરવા માંડ્યાં. કુમારોના ધ્યાનને તોડી નાંખવા માટે ખૂબ ધમપછાડા કર્યા.
ત્રણેય ભાઈઓ તો મંત્રદેવતાના સાંનિધ્યમાં એવા સ્થિર થઇ ગયા હતા કે બાહ્ય દુનિયામાં શું થઈ રહ્યું છે તે તેમની કલ્પનામાં પણ નહોતું.
એક દુન્યવી સિદ્ધિ માટે પણ મનુષ્ય કેટલું મનોબળ કેળવે છે? ત્યારે જેને પારલૌકિક મોક્ષસિદ્ધિ કરવી છે તેણે કઈ કક્ષાનું મનોબળ કેળવવું જોઈએ? સહેજ આપત્તિમાં-કષ્ટમાં જે રોદણાં રુએ તે ઇહલૌકિક કે પારલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો જ નથી. કષ્ટ સહન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય.
For Private And Personal Use Only