________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
સન્નિપાતની નાડી. सोदिलावकादीनां हंसादीनां च बिभ्रति।
गमनं सन्निपातानां धमनी रोगसूचिका ॥ ३३ ॥
જે નાડી ક્ષણમાં સાપ વગેરેની પેઠે વાંકી, લાવર વગેરેની પેઠે ત્રાંસી, અને હંસ વગેરેની પેઠે ધીમી (તેમજ દેડકા વગેરેની પેઠે કૂદતી ) ચાલતી હોય, તે નાડી સન્નિપાતના રેગને સૂચવનારી જાણવી.
समा सूक्ष्मा स्थिरा मंदा नाडी सहजवातजा। स्थूलाच कठिना शीघ्रा स्पंदते तीवमातपे ॥ ३४ ॥
સહજ વાયુની નાડી સમાન, સૂક્ષમ, સ્થિર અને મંદ હોય છે પણ જે શરીરમાં તાપ હોય તે તે નાડી સ્કૂલ અને કઠણ હોય છે તથા ઘણા વેગથી ધડકે છે.
महावेगा यदा नाडी वहते तंतुसन्निभा। घाताधिक्यं च विज्ञेयमुष्णा पित्तसमीरणम् ॥ ३५ ॥
જે નાડી ઘણા વેગવાળી હેય તથાપિ તાંતણ સરખી બારીક વહેતી હોય તે તે રેગીને વાયુની અધિકતા જાણવી; પણ વેગવાબી અને બારીક છતાં પણ જે તે ગરમ હોય તો તે રેગીને વાતપિત્તની અધિકતા જાણવી.
घातनाडी प्रगल्मा च बहते कफ संयुता। कफभृत्तेन वातश्च वातश्लेष्मा तदुच्यते ॥ ३६ ॥
જ્યારે વાયુનાં લક્ષણવાળી નાડી કફથી યુક્ત હોય ત્યારે તે ભારે હોઈને વહે છે, તે વખતે કફને ધારણ કરનારે વાયુ નાડીમાં વહે છે, એમ જાણવું તથા તે રેગીને રેગ વાત કફનો છે એમ સમજવું.
अत्युग्रा वा महावेगा नाडी पित्तसमुद्भधा। पित्तश्लेष्मं विजानीयाद्यदा सा मृदुचारिणी ॥ ३५ ॥
જ્યારે નાડી અતિશય ઉગ્ર હોય (તેને ધડકારો જબરે હોય) અને વેગ પણ ઘણેજ હેય, ત્યારે તે નાડીને પિત્તની સમ
For Private and Personal Use Only