________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) भल्लातकं च बृहती गुंजामूलं फलं तथा ॥ १७ ॥ मधुना सह लेपेन खालित्यं याति दुःसहम् । गुंजामूलफल-चूर्ण कंटकारिफलद्रवैः।
तेन लेपेन हन्त्याशुं इद्रलुप्तं सुदुःसहम् ॥ १८ ॥ ૧. જટામાંસી, શુંઠ, ઉપલેટ, દિવેલાનું મૂળ, એ સર્વને (પાછળ કહેલા) તુષદકમાં વાટીને તેને લેપ તેલ સહિત કરવાથી માથાની પીડા મટે છે.
૨. દિવેલ, સરગવે, નગોડ અને વિશાખ? એ ઓષધીઓનાં પાંદડાં ગરમ કરી માથે બાંધવાથી માથાની પીડા નાશ પામે છે.
૩. આદાસીસી. ગરણનાં ફળ અને મૂળને પાણી સાથે વાટીને તે પાણીને સુંઘવાથી આદાસીસી મટી જાય છે. અથવા તેનું મૂળ લાવીને કાને બાંધી રાખે તે પણ આદાસીસી મટી જાય છે.
૪. ગોળ અને કરંજનાં બીજને ગરમ પાણીમાં વાટીને તેને સુંઘવાથી આદાસીસી મટે છે.
૫. ભાંગરાના રસમાં મરિયાં વાટીને તેનો લેપ કરવાથી આ દાસીસી મટે છે.
૬. કેસર તે. ૧, જેઠીમધ તે. ૨, સાકર તે. ૪, ઘી તે. ૮, એ પ્રમાણે લઈને વાટીને તેને સાત દિવસ લગી સુંઘવાથી માથામાં દાહ થતો હોય તે માટે તથા માથાની પીડા મટે છે.
૭. સરગવાનાં પાંદડાંના રસમાં મરિયાં વાટીને તે માથે મર્દન કરવાથી મસ્તક શુલ મટે છે. અથવા માથે દીવેલનું મર્દન કરવાથી પણ માથું દુખતું મટે છે.
૮. ઘી, ઘઉં, અથવા નગોડના કવાથથી માથાને સ્વેદન આપવાથી અથવા જૂનું ઘી પીવાથી સન્નિપાતથી થયેલી માથાની પીડા મટે છે.
૯. શુંઠની સાથે બકરીનું દૂધ મેળવીને તેને સુંઘવાથી તરતજ માથાની પીડા નાશ પામે છે.
For Private and Personal Use Only