________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ ) તેનું ઓસામણ કાઢીને તેમાં શુંઠ, રાઈ, જીરૂ, હીંગ, સિંધવ, હળદર, ઈત્યાદિક નાખીને વાસણનું મોટું બંધ કરીને ત્રણ ચાર દિવસ રાખી મૂકવું, તેને કાંજી કહે છે. મૂળનો (કા૫) કાઢીને તેમાં પાણી નાખીને, હળદર, હીંગ, સરસવ, સિંધવ, જીરૂં, શુંઠ, ઈત્યાદિ ઐષધનું ચૂર્ણ તેમાં નાખવું. પછી મેટું બંધ કરીને ત્રણ દિવસ રાખી મૂકવું. તેને સંડાકી કહે છે. એ પ્રમાણે આસવ તથા અરિષ્ટ બને છે.
ધાનું શોધન કિયા. સેનું, રૂપુ, ત્રાંબુ, પીતળ, (કેટલાક પીતળને ઠામે જસત ગણે છે) સીશું કલઈ, ખરૂટું એ સાતને ધાતુ કહે છે. એનું શાધના–સોનું, રૂપુ, પીતળ, ત્રાંબુ, એનાં પત્રા કરીને અગ્નિમાં તપાવીને તેલમાં, છાશમાં, કાંજી, ગોમૂત્ર, કળથીને ક્વાથ, એમાં ત્રણ ત્રણ વખત બળવાં, એ પ્રમાણે સોનું આદી લઈને બધી ધાતુનું શોધન કરવું. સીસું અને કલઈ એની વિશેષ શુદ્ધિ કરવાની રીતઃ—એ બેને અગ્નિ ઉપર પીગળાવીને તેલ, છાશ, ગામ, અને કળથીને કવાથ, એ વારા ફરતી ખાંયણીમાં નાખીને ઘટીનું પડ ઉપર ઢાંકીને તેમાં તે ધાતુનો રસ રેડો. ( એ પ્રમાણે ન કરે તો પેલે રસ વૈદ્યના શરીર ઉપર ઉડીને વૈદ્ય મરશે). એ પ્રમાણે ત્રણ ત્રણ ફેરા કરીને પછી આકડાના દૂધમાં ત્રણ વાર રેડીને શુદ્ધિ કરવી.
તમામ ધાતુની ભસ્મ કરવાની રીતમનશીલ તથા ગંધક એ બેને આકડાના દૂધમાં વાટીને સોના વગેરે બધી ધાતુઓને લેપ કરીને અડાયાંના બાર ગજપુટ અગ્નિ દેવા. એટલે તમામ ધાતુઓ ભસ્મ થશે. સવા હાથ લાંબા પહોળા ખાડામાં સે અડાયાં મૂકી અર્ધા નીચે અર્ધી ઉપર વચમાં સંપુટ મૂકી અગ્નિ દે અને ગજપુટ કહે છે.
For Private and Personal Use Only