________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રરર ) વામાં વાપરે. ઘી, તેલ, ગેળ, વગેરે એક દિવસમાં સિદ્ધ ન કરતાં બધાં દ્રવ્ય એકત્ર કરીને એક રાત પલાળી રાખ્યાં હોય અને બીજે દિવસે સિદ્ધ કર્યા હોય તે વધારે ગુણકારક થાય છે.
કાંજી કષના. માટીની નવી માટલી આણને તેને સરસીઉં તેલ ચોપડીને તેમાં નિર્મળ પાણી નાખવું. પછી રાઈ, જીરું, સિંધવ, શુંઠ, હળદર, આ છ ઔષધનું ચૂર્ણ તથા ભાત સાથે ઓસામણ, કળથીને કવાથ થોડોક વાંસને પાલે, એ તેમાં નાખવું. દસ પાંચ વડા ઘીમાં તળીને તેમાં નાખીને વાસણનું મેટું ત્રણ દિવસ બંધ કરી મૂકવું. એ પાણી ખાટું થાય છે તેને કાંજી કહે છે.
મધુસુકત. કાગદી લીબુને રસ એક પ્રસ્થ તથા એક કુડવ પ્રમાણ મધ લેઈને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને (પળ પ્રમાણ ) વાસણનુ મુખ બંધ કરીને એક મહિના સુધી ધાન્યમાં પૂરી રાખવું. એને મધુસુકત કહે છે.
આસવ તથા અરિષ્ટ કથના. પાણી વગેરે દ્રવ પદાર્થમાં ઔષધ નાખીને પાત્રના મોઢાને મુદ્રા કરીને માસ કે પખવાડીઆ લગી રાખી સુકવું એટલે ઉત્કૃષ્ટ ઔષધ થાય છે, તેને આસવ કે અરિષ્ટ કહે છે. આસવ તથા અરિષ્ટ એને ભેદ –ઔષધ અને પાણી એને પાક કર્યા વગર ઉપર કહ્યા પ્રમાણે સિદ્ધ કરે છે, તેને આસવ કહે છે. અને કવાથ કરીને તેમાં ઔષધ નાખીને ઉપર કહ્યા મુજબ મુદ્રા કરી સિદ્ધ કરે છે, તેને અરિષ્ટ કહે છે. એ બેનું પીવાનું માપ એક પળ પ્રમાણે જાણવું.
જે અરિષ્ટના પ્રગમાં જલાદિકનું માપ કહ્યું ન હોય તે પ્ર
For Private and Personal Use Only