________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
મનશિલનું શોધન. હાંડીમાં બેકડીનું મૂત્ર ભરીને તેમાં મનશિલની પોટલી બાંધીને લટકાવવી. એને દેલાયંત્ર કહે છે. એ દલાયંત્રમાં ત્રણ દિવસ મનશિલ રાંધીને પછી બાહર કાઢીને ખલમાં નાખીને બેકડીના કાળજામાં પિત્ત હેય છે તે પિત્તના સાત પટ દેવા તેથી મનશિલ શુદ્ધ થાય છે.
હરતાલનું શોધન. હરતાળના બારીક બારીક કકડા કરીને તેને લૂગડામાં પોટલી બાંધીને દેલાયંત્રમાં કાંજી નાખીને એક પહોર રાંધવું. પછી તેવીજ રીતે કેહાળાના રસમાં એક પહાર, તલના તેલમાં એક પહેર, અને ત્રિફલાના કવાથમાં એક પહેર, એ પ્રમાણે ચાર પાર રાંધવાથી હરતાલ શુદ્ધ થાય છે.
ખાપરીયાનું શોધન. દેલાયંત્રમાં ખાપરીઆની પોટલી લટકાવીને માણસના મૂત્રમાં સાત દિવસ તથા મૂત્રમાં સાત દિવસ પલળતી રહેવા દેવી, તેથી શુદ્ધ થાય છે.
હીરાની ભસ્મ. હિંગ, સિંધવ, કલથી, એ ત્રણના કવાથમાં હીરે તપાવી તપાવીને એકવીસ વાર બળવાથી ભસ્મ થાય છે.
મણી મેતી વગેરેનું શોધન મારણ. સૂર્યકાંત મણિ, મોતી, પરવાળાં, એને દેલાયંત્રમાં જાઈના રસમાં એક પહોર રાંધવાથી શોધન થાય છે. પછી કુંવારને રસ, તાંદળજાને રસ, સ્ત્રીના સ્તનનું દૂધ, એ ત્રણમાં મણિ, મેતી, ૫
For Private and Personal Use Only