________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ ) બહુ લાગે છે, હેડકી આવે છે, શરીર ભારે થાય છે, સંજ્ઞાને નાશ થાય છે, જીભ વાંકી થઈ જાય છે, આંખ ફરી જાય છે, ભ્રમ થાય છે, હડપચી સજડ થઈ જાય છે, અથવા તેમાં પીડા થાય છે, મેંમાંથી લેહી પડે છે, વારંવાર ચૂંક આવે છે, અને કંઠમાં પીડા થાય છે. બહુ ઉલટી થાય ત્યારે હલકો જુલાબ આપવો. ઘણું ઓકવાથી જે માણસની જીભ માંહી જતી રહી હોય તેના મનને પ્રિય લાગતા હોય એવાં ખાટાં, તીખાં, ગળ્યા, ખારા પદાર્થ ભાત સાથે ખાવા આપવા. ઘી અને દૂધભાત સાથે ખાવા આપવાં. તે રોગીની પાસે બીજા માણસે લીંબુ તથા નારંગી ચૂસી ચૂસીને ખાવી. તેથી તે માણસની જીભ ઠેકાણે આવીને પ્રકૃતિ સાફ થાય છે. જે માણસની જીભ એતાં બહાર આવી ગઈ હોય તે તે જીભે તલ અને દ્રાક્ષનું કલ્ક પડી માંહી ઘાલવી.
જે આંખે ફરી ગઈ હોય તો તે આંખને ઘી ચોપડીને હલકા હાથથી ચળવી એટલે ઠેકાણે આવશે.
હડપચીને સ્તંભ થયેલ હોય તો શરીરે પરસે કાઢ. કફ વાયુ હારક નસ્ય સુંઘવું.
જે લેહી એકવા લાગે તો રક્તપિત્તના ઉપાયવડે શાંત કરવું.
ઉલટી થકી તરસ ઉપજી હોય તે આમળાં, રસાંજન, વાળે, ડાંગરની ધાણી, રતાંજલી, નેત્રવાળે, એ છ ઔષધને મંથ કરીને તેને ઘી, મધ તથા સાકર સાથે પી.
જ્યારે હદય, કંઠ, મસ્તક, એ ઠેકાણે કફાદિ દેષ દૂર થઈને તેની શુદ્ધિ થાય ત્યારે તથા અગ્નિ પ્રદિપ્ત થઈને અંગ હલકું થાય ત્યારે ઉલટી સારી થઈ જાણવી. સારી ઉલટી થયા પછી ત્રીજે પહરે મગ ખાન યુષ પીવો. સારી ઉલટી થવાથી આંખ ઉપર ભારેપણું તથા ઊંઘ, મુખની દુર્ગધ, કડૂ, સંગ્રહણી, વિષદોષ, એ નાશ પામે છે, ભારે પદાર્થ, ઠંડુ પાણુ, મહેનત, મૈથુન, તેલ ચેળવું, કેધ કરે, એટલાં વાનાં જે દિવસે ઉલટી લીધી હોય તે દિવસે ત્યાગ કરવાં.
For Private and Personal Use Only