________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ )
અબરખનું શોધન મારણ, કાળું અબરખ લાવીને કેયલામાં ઘાલીને ધમણથી પુકીને તપાવીને દૂધમાં નાખવું. પછી તેનાં પતરાં જુદાં જુદાં કરીને તાંદબજાને રસ તથા લીંબુનો રસ એકઠા કરીને તેમાં આઠ પહોર લગી પલાળી મૂકવું. તેથી અબરખ શુદ્ધ થાય છે.
શુદ્ધ થયેલા અબરખ આ પ્રમાણે ધાન્યાશ્વક કરવું. કાતરેલું અબરખ લઈને તેમાં ચતુર્થાશ ડાંગરનાં છાલાં નાખીને તેની ઉનના લૂગડામાં પિટલી બાંધીને એક વાસણમાં મૂકી ઉપર પાણી રેડી રેડીને ચાળતા જવું. એ રીતે બધું અબરખ પિોટલીમાંથી ખપી જાય ત્યાં લગી કરવું. પછી એ પાછું બીજા વાસણમાં ઘાલીને કેટલીકવાર સુધી રહેવા દેવું. પછી ઉપરથી પાણી નીતારી નાંખવું અને તળે અબરખ રહે તેને તડકે સૂકવવું એને ધાન્યાશ્વક કહે છે.
ધાન્યાશ્વક કર્યા પછી તેને આકડાના દૂધમાં એક પહેર ખલા કરીને તેની ગેળ પડા જેવી વડી કરવી. તેની ચારે પાસે આકડાનાં પાન વીંટીને શરાવસંપુટમાં પડમાટી કરીને અડાયાને ગજપુટ અગ્નિ દે. એ પ્રમાણે આકડાના દૂધમાં એક એક દિવસ ખલીને સાત અગ્નિ આપવા. પછી વડવાઈના અંકુરના કવાથમાં એક એક દિવસ ખલ કરીને ત્રણ અગ્નિ આપવા. એ રીતે કરવાથી અબરખની ભસ્મ સારી થાય છે. એ થકી તમામ રોગ મટે છે. મૃત્યુનું પણ નિવારણ થાય છે. વૃદ્ધાવસ્થા દૂર થાય છે. જેવા જેવા અનુપાનમાં આપે તે તે ગુણ થાય છે.
સુરમા વગેરેનું શોધન. સુરમાનું ચૂર્ણ કરીને બીજેરાના રસમાં ખલ કરવું અને એક દિવસ તડકે રાખવું તેથી સુમો શુદ્ધ થાય છે. એ જ રીતે ગેરૂ, હીરાકશી, ટકણખાર, કેડી, શંખ વગેરે શુદ્ધ થાય છે.
For Private and Personal Use Only