________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૦ ). ગોળ નાખવો હોય તે ચૂર્ણથી બમણ નાખવે. પાણી, દૂધ, મૂત્ર અને બીજા પ્રવાહી પદાર્થ ચૂર્ણથી ગણા નાખવા. એ અવલેહને પાક સારો થયાની નિશાની આ પ્રમાણે છે; પાક થયે એટલે અવલેહને ચપટીમાં લઈ ચપટી ઉઘાડીએ એટલે તાર માલમ પડે છે. વળી તેને પાણીમાં નાખીએ એટલે બૂડે છે. આંગળીથી દાબીએ તે કઠણ અને ચીકણે લાગે છે. વળી તે પાકની ગંધ, રંગ, અને રસ પહેલાંના કરતાં જુદી તરેહને થાય છે. એ પ્રમાણે અવલેહને પાક સારો થયાની નિશાની છે. એનું અનુપાન દૂધ, શેરડીનો રસ, પંચમૂળના કવાથને યૂષ, અરડૂસાને કવાથ, ઇત્યાદીક છે, તે રેગનું તારતમ્ય જોઈને જવું,
ઘી તેલ વગેરે સ્નેહ કલ્પના. કલકનાં જે ઔષધ કહ્યાં હોય તેથી ગણું ઘી કે તેલ લેવું. અને તે ઘી કે તેલથી ચારગણું દુધ, ગોમૂત્ર વગેરે જે દ્રવ પદાર્થ કહ્યા હોય તે લેવો. પછી બધું એકત્ર કરીને તળે અગ્નિ કરે અને ફકત તેલ કે ઘી શેષ રહે ત્યાંલગી ઉકાળવું. એ ઘી કે તેલ ખાવાનું હોય તે પલા પ્રમાણે માત્રા જાણવી.
ક્રવાથમાં નેહ સિદ્ધ કરવો હોય તો કવાથના ઔષધથી ચાર ગણું પાણી લઈને તેમાં કવાથ કરીને ચતુર્થાશ પાણી રાખવું. તેમાં ઘી તેલ નાખીને ફરી ઉકાળીને ઘી કે તેલ શેષ રાખવું. ગેળ વગેરે નરમ ઔષધ હોય તે કવાથમાં પાણી ચાર ગણું લેવું. ઔષધ કઠણ અથવા દશમૂળ વગેરે મધ્યમ હોય તો પાણી આઠ ગણું લેવું. કમળકાકડી વગેરે અત્યંત કઠણ ઔષધમાં સળગણું પાણી લેવું. વળી કર્ષથી તે પલ સુધી કવાથ કરવામાં ઔષધ લેવાનું હોય તો પાણી સળગણું લેવું. પળથી તે કુડવ લગી ઔષધ હોય તે આઠગણું લેવું. પ્રસ્થથી ખારી પર્યત ઔષધનો કવાથ કરવો હોય તે ગણું પાણી લેવું.
કેવળ પાણીમાં નેતુ સિદ્ધ કર હોય તે તેમાં સનેહનું ચ
For Private and Personal Use Only