________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૯ )
ચૂર્ણ ક૯૫ના. સારૂં સુકુ ઔષધ આણીને વાટીને વસ્ત્રગાળ કરવું. તેને ચૂર્ણ કહે છે. તેનું ખાવાનું માપ એક કર્યું છે. ચૂર્ણમાં ગોળ નાંખ હોય તે સમાન નાખવો. સાકર બમણું નાખવી. હીંગ શેકેલી લેવી, ઘી મધ વગેરે ચીકણું પદાર્થમાં ચૂર્ણ નાખી ચાટવાનું હોય તે તે બેમણાં લેવાં. દૂધ, ગાયનું મૂત્ર, પાણી વગેરેમાં ચૂર્ણ નાખીને પીવાનું હોય તે તે ચગણાં લેવાં. ચૂર્ણ, અવલેહ, (અવરાઈ), ગુટિકા, કલ્ક, એમનું અનુપાન આ પ્રમાણે લેવું–પિત્ત રોગ હેય તે ત્રણ પલ, વાતરોગ હોય તો બે પલ, અને કફરોગ હોય તે એક પલ, એ રીતે લેવું. ચૂર્ણને લીંબુનો રસ કે બીજા કશાના પટ દેવાના હોય તે તે રસમાં ચર્ણ ડૂબી જાય તેટલે રસ લે.
ગોળી કરવાની રીત ગોળ અથવા સાકર અથવા ગુગળને પાક કરીને તેમાં ચૂર્ણ નાખીને ગળીઓ કરવી. પાક કર્યા વગર ગળીઓ કરવાની હોય તે ગુગળ શોધીને વાટીને તેમાં તે ચૂર્ણ મેળવીને ગેબી કરવી. અથવા પાણી, દૂધ, મધ, ઈત્યાદી પ્રવાહી પદાર્થમાં ચૂર્ણ નાખીને ગોળીઓ કરવી. સાકરમાં ગેળીઓ કરવી હોય તે ચૂર્ણથી ચગણી સાકર નાખીને ગોળીઓ કરવી. ગોળમાં ગોળી બાંધવી હોય ત્યારે ચૂર્ણથી બમણો ગોળ લેવો. ગુગળ કે મધમાં ગેળી બાંધવી હોય ત્યારે તે ચૂર્ણથી સમભાગ લેવાં. પાણી, દૂધ વગેરે પ્રવાહી દ્રવ્યમાં ગોળી કરવી હોય ત્યારે ચૂર્ણથી ચાગણ લેવાં. ગોળી કર્ષ અથવા અર્ધ કર્ષ પ્રમાણે કરવી.
અવલેહ કલ્પના. કવાથ, ફાંટ, વગેરેને બીજીવાર ઉકાળીને જાઓ કરે છે એને અવલેહ કહે છે. એ અવલેહ ખાવાનું માપ એક પળ પ્રમાણે છે. અવલેહમાં સાકર નાખવી હોય તે ચૂર્ણથી ચારગણી નાખવી.
For Private and Personal Use Only