________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭) થવાગૂ કરવી હોય, તે દ્રવ્ય લઈને તેમાં છ ગણું પાણી નાખીને જાડું થાય ત્યાં લગી ઉકાળવું. તેને અન્નયવાગૂ કહે છે. એ યવાગૂ મળ વગેરેને સ્તંભન કરનારી, બળ આપનારી, શરીરને પુષ્ટ કરનારી તથા વાયુને નાશ કરનારી છે.
ઉલેથી લક્ષણ દ્રવ્યથી ચારગણું પાણી લઈને તેમાં તે દ્રવ્ય ઉકાળીને લાપશી સરખી ચીકણું તથા જાડી કરવી, એને વિલેપી કહે છે. વિલેપી ધાતુની વૃદ્ધિ કરનારી, શરીર પુષ્ટ કરનારી, હૃદયને હિતકારક, મધુર, તથા પિત્ત નાશ કરનારી છે.
પયાનું લક્ષણ દ્રવ્યથી ચારગણું પાણી લઈને તેમાં દ્રવ્ય ઉકાળીને પાતળું કાંજી સરખું અને થોડું ચીકણું એવું થાય, એવું કરવું; તેને પેયા કહે છે. એ પેયા ઘણી હલકી મલાદિકનું સ્તંભન કરનારી, ધાતુપુષ્ટ કરનારી, એવી છે. પેયા કરતાં લગરીક જાડા તે યૂષ કહેવાય છે. યૂષ બળ આપનાર, કઠને હિતકારક, હલકે, અને કફને દૂર કરનાર છે.
ભાત કરવાનો પ્રકાર. સેળ તેલા ચોખા લઈને તેમાં ચાર ઘણું પાણી નાખીને રાંધછે. પછી તેમાંથી ઓસામણ કાઢી નાંખવું. એ ભાત મધુર તથા હલકે થાય છે.
શુદ્ધ મંડ વિધિ. ચોખા ચંદ ઘણું પાણીમાં રાંધીને સાફ ઓસામણ કાઢવું તે ઓસામણને શુદ્ધ બંડ કહે છે. તેમાં શુંઠ તથા સિંધવ નાખીને પીવાથી અન્નનું પચન તથા અગ્નિનું દીપન થાય છે.
૨૮
For Private and Personal Use Only