________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૩) सप्ताहं माहिषं मूत्रंतत्पयोवांबुजितम् । पीतमौष्ट्रं पयोमास श्वयथूदरनाशनम् ॥ २९ ।। सेव्या जठरिणा कृष्णा स्नुहिक्षीरेणंभाविता। पयो वा चव्यदंत्यग्निविडंगव्योषकल्कितम् ॥ ३० ॥ ૧ ઈકવારણી, શંખાવળી, દંતીમૂળ, ગળીનાં મૂળ, કરિયાતું, એ સર્વનું ચૂર્ણ કરીને ગાયના મૂત્ર સાથે પીવાથી બધા પ્રકારના ઉદર રોગ નાશ પામે છે.
૨ જવખાર, વજ, ચિ, શુંઠ, પીપર, મરી, ગળીનાં મૂળ, સિંધવ, સંચળ, કાચલવણ, બિડલવણ અને વાગડું, એ સર્વનું પૂર્ણ કરીને તેને ઘી સાથે પીવાથી બધા પ્રકારના ઉદર રોગ મટે છે.
૩ સરગવાના મૂળને રસ, ચિત્રો, સિંધવ, ખાખરનાં મૂળની છાલ, જવખાર, એ ઔષધે ખાધાથી સઘળા પ્રકારના ઉદર રોગ શમી જાય છે.
૪ ગાયનું મૂત્ર, મધ, હરડે, હિડા નામે ઝાડની છાલ, એ સર્વને ગરમ પાણી સાથે (?) પીવાથી સઘળા પ્રકારનાં જળદર જાય છે.
૫ સાજીખાર, જવખાર, સિંધવ, ગાયનું દહી, એ ચાર વાનાં ખાવાથી દુષ્ટ એવા જળદરના રોગને મટાડે છે. - ૬ હરડે, સિંધવ, અને પીપર સાથે ઈદ્રજવનાં મૂળ અથવા કડ્રના મૂળ મેળવીને તે ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી જળદર મટી મટે છે.
૭ તલ, હરડે, સિંધવ, પીપર, એ સર્વે સમાન લઈને તેને ગાયના મૂત્રમાં દીવેલ નાખીને પીવાથી જળોદર મટે છે.
૮ હરડે, સાડી, દેવદાર, ગળો, ગુગળ, એ સર્વે સમાન લઈને ગાયના મૂત્ર સાથે પીવાથી પાંડુરોગ તથા જળોદર મટે છે.
ગળીનાં મૂળ, સંચળ, ચિત્રો, સિંધવ, બિડલવણ, સમુદ્રલવણ, સાજીખારે, શુંઠ, પીપર, મરી, એ સઘળાંને સમ ભાગે લેઈને બારીક ચૂર્ણ કરીને ગાયના ઘી સાથે ખાવાથી સઘળા પ્રકારનાં ઉદર, શ્વાસ, ગુલમ, અને અત્યંત કઠણ શળને મટાડે છે.
૧૫
For Private and Personal Use Only