________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮)
આનંદભૈરવ રસ. શુદ્ધ હીંગળક, શુદ્ધ વછનાગ, મરી, ટંકણખાર અને પીપર એ પાંચ ઔષધનું ચૂર્ણ કરી તેને બીજેરાના રસમાં ચાર પહેર સુધી ખેલ કરવું. પછી તેની માગ પ્રમાણે ગોળી બાંધવી. આ ગોળી ખાવાથી શ્વાસ, કાસ, સનિપાત, સંગ્રહણું, શૂળ, પ્રમેહ, મૃગીગ, તથા વાયુ છદં વગેરે મટે છે.
બીજો આનંદભૈરવ રસ. શુદ્ધ હિંગળક, શુદ્ધ વછનાગ, મરી, ટંકણખાર, અને પીપર, આ બધાનું ચૂર્ણ સમભાગે કરવું ને બધાની બરાબર અફીણ મેળવવું. પછી તેની મગ પ્રમાણે ગોળી બાંધવી. આ ગેબી અસાધ્ય અતિસારને અને વાયુને પણ મટાડે છે.
રાખગાંક રસ. ત્રણ ભાગ મારેલો પારો, એક ભાગ સેનાની ભસ્મ, એક ભાગ ત્રાંબાની ભસ્મ, બે ભાગ મનસીલ, બે ભાગ ગધક, અને બે ભાગ હરતાળ, એઓનું ચૂર્ણ કરીને તે ચૂર્ણ ઠંડીઓમાં ભરવું. પછી બકરાના દૂધમાં વાટેલા ટંકણથી કડીઓનાં મેં બંધ કરીને કૅડીઓને માટીના વાસણમાં ભરી વાસણને કપડ મટી કરીને ગજપૂટમાં મૂકવું; શીતળ થયા પછી તેને કાઢી લેવું, એટલે રાજમૃગાંક નામને રસ સિદ્ધ થાય છે. ઓગણીસ મરી, દસ પીપર, મધ અને ઘી એ- એની સાથે આ રસ ચાર રતીભાર ખાવામાં આવે તો તેથી ક્ષયરેગ મટી જાય છે.
રામબાણા સ. એક ભાગ પારે, એક ભાગ વછનાગ, એક ભાગ લવિંગ, એક ભાગ ગંધક, બે ભાગ મરી, અને અર્ધ ભાગ જાયફળ, આ સર્વ એકઠાં કરી આંબલીના ફળના રસથી ખૂબ વાટવાં એટલે રામબાણ
For Private and Personal Use Only