________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ ) ૧ દ્વાણ = ૧૦૨૪ તોલા.
૧ તુલા=૪૦૦ તોલા. ૧ ભાર ૮૦૦૦ તલા. પ્રવાહી પદાર્થ માપવાનું માપ ચાર આંગળ ઉચું, લાંબુ, પહોળું હોય તેને
ઔષધ ખાવાનું માપ.
ઔષધ ભક્ષણ કરવામાં આ માપ વાપરવું. ૧૨ ગરસરસવ= ૧ યવ. | ૬ માસા = ૧ ગધાણો. ૨ યવ = ૧ ગુંજા. | ૧૦ માસા = ૧ ક. ૩ ગુજા = ૧ વાલ. | ૪ કઈ = ૧ પલ=૪ રૂપિયાભાર. ૭ ગુંજા = ૧ માસે. ! ૧૦ ટંક = ૧ પલ. ૫ માસા = ૧ શાણ. | ૪ પળ = ૧ કુડવ.
ઔષધ બનાવતાં પ્રવાહી પદાર્થ તથા લીલી વનસ્પતિ તથા સુકી વનસ્પતિ મુંજાથી તે કુડવ લગી બરોબર લેવી. પ્રસ્થથી તુલા લગી સુકું ઔષધ હોય તેના કરતાં લીલું તથા પ્રવાહી બમણું લેવું. તુ લાથી દ્રણ લગી પાછું સમાન લેવું.
ઔષધ વિચાર. તમામ જગાએ નવાં ઔષધ વાપરવાં પરંતુ વાવડીંગ, પીંપર, ગળ, ધાન્ય, મધ, ઘી, એ છ પદાર્થ જૂનાં એટલે વર્ષ ઉપરનાં લેવાં.
ગળે, કડાછાલ, અરડૂસો, કહેળું, સતાવરી, આસંધ, કાંટાસળીયે, શતપુષ્પા, પ્રસારણી, આ નવ ઔષધ લીલાંજ લેવાં, પરંતુ બમણું નહીં લેવાં બીજાં બધાં લીલાં હોય તે બમણાં લેવાં, તેમ સૂકાં તથા નવા લેવાં.
જે ઔષધના પગમાં વખત ન કર્યો હોય ત્યાં સવાર સમજવું, ઔષધીનું અંગ ન કહ્યું હોય ત્યાં મૂળ જેવું. ભાગ ન કહ્યા હોય ત્યાં સમાન લેવું, વાસણ ન કહ્યું હોય ત્યાં માટીનું લેવું, બે વાર એક ષડ કહ્યું હોય તે બમણું લેવું.
For Private and Personal Use Only