________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ )
બ્રહ્માસ્ત્ર ર. પારાની ભસ્મ, ટાં. ૩, શુદ્ધ ગંધક, ટાં. ૩, આ બે ઔષધની બરોબર શુદ્ધ - છનાગ લેવો અને આ બધાંની બરોબર મરી લેવાં. પછી સર્વ ઔષધીનું ચૂર્ણ કરી આદાના રસની ભાવના એકવીસવાર આપવી. આ ઔષધ એક રતી ખાય તે સન્નિપાત દૂર થાય.
વિજયભૈરવ તેલ માલકાંકણું, અસાળીઓ, કાળીજીરી, અજમે, મેથી, તલ, આ સર્વ બરાબર લઈ તેનું તેલ ઘાણીમાં કઢાવીને શરીરે મન કરે તે વાયુના સર્વ રોગ દૂર થાય.
લક્ષ્મી વિલાસ તૈલ. એલચી, ચંદન, રાસ્ના, લાખ, નખલા, કપૂર, મરી, કર્કલ, મેથ, બળદાણા, તજ, દેવદાર, કાળો અગર, તગર, જટામાંસી, તથા કઠ એઓને સમભાગે લઈ તેમાં ત્રણ ઘણું રાળ નાખી તેનું ડમરૂ યંત્રથી તેલ કાઢવું, આ લક્ષ્મીવિલાસ તેલ કહેવાય છે, આ તેલ વાત વ્યાધીને નાશ કરે છે; નાગરવેલના પાનથી મેળવી પી. વામાં આવે તે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, શરીરમાં ચોળવામાં આવે તે ક્ષયને તથા અને નાશ થાય છે, આ તેલમાં સુગધી. પુષ્પોની ભાવના આપવામાં આવે તે તે ગધતિલ કહેવાય છે.
જાત્યાદિ તેલ. મરી, હરતાલ, નાળિયેર, આકડાનું દૂધ, કલગારી, ઝેરકચલાં, હળદર, વછનાગ, લીંબડો, મેથ અને ઈદ્રજવ એઓને કવાથ કરીને કવાથથી ગણુ ગમૂત્રમાં પકાવેલું તેલ જાત્યાદિ કહેવાય છે. આ તેલ લગાવવાથી વાતરક્ત મટે છે.
For Private and Personal Use Only