________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ ) રસ થાય છે. એ રસ સંગ્રહણી, આમવાયુ, અને મંદાગ્નિને મટાડે છે. આ રસ મરીના અનુપાનથી આપવામાં આવે તે જઠરાગ્નિ જલદીથી પ્રદિપ્ત થાય છે. વળી એ શ્વાસ, ઉધરસ, વમન તથા કૃમિને નાશ કરે છે.
કુમકુઠાર રસ. આઠ ભાગ કપૂર, એક ભાગ કડાછાલ, એક ભાગ ત્રયમાણે, એક ભાગ અજમે, એક ભાગ વાવડીંગ, એક ભાગ હીંગળેક, એક ભાગ નાગકેસર અને એક ભાગ ખાખરનાં બીજ, આ સર્વેનું બારીક ચૂર્ણ કરી ભાંગરાના રસની અને બ્રાહ્મીના રસની ભાવના દેવી એટલે કૃમિકુઠાર સિદ્ધ થાય છે.
આ રસની એક એક વાલભારની ગોળીઓ કરવી. આ ગોળી ધંતુરાના પાંદડાની સાથે ખાવામાં આવે છે તેથી કૃમિને નાશ થાય છે.
ચંદ્રકલા રસ, - એલચી, કપૂર, સાકર, જાયફળ, આમળાં, ગોખરૂ, સીમલાની છાલ, પારાની ભસ્મ, કથીરની ભસ્મ, અને લોઢાની ભસ્મ, આ સર્વ ઔષધોને બરાબર ભાગે લઈ તેઓને ગળાના તથા સીમલાના કવાથની ભાવના આપી, બાર બાર ચણોઠીભારની ગેળીઓ કરવી. આ ગોળી મધની સાથે ખાવાથી સર્વ પ્રમેહ દૂર થાય છે.
ત્રિપુરભૈરવ રસ, * એક ભાગ વછનાગ, બે ભાગ સુંઠ, ત્રણ ભાગ પીપર, ચાર ભાગ મરી, પાંચ ભાગ મારેલું ત્રાંબુ, અને છ ભાગ હીંગળાક, આ સર્વનું ચૂર્ણ કરવું. આ ત્રિપુરભર રસ, સન્નિપાતને તેમજ જવરને નાશ કરે છે. આ રસ અડધી રતી લે.
For Private and Personal Use Only