________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪) તે લેવું. સ્વરસ ભારે છે, માટે અર્ધ પલ લે. પણ રાત્રે પલાળી રાખીને કવાથ કર્યો હોય તે એક પલ પ્રમાણે પી. | સ્વરસમાં જે કાંઈ નાખીને પીવાનું હોય તે આઠ માસ પ્રમાણે લેવું. જેવાં કે મધ, સાકર, ગાળ, જવખાર, જીરું, સિંધવ, ઘી, તેલ, અને બીજાં ચૂર્ણ વગેરે. સ્વરસ માત્ર અંગરસને જ થાય છે, પણ પુટપાતો ચૂર્ણ, ભસ્મ, રસ વગેરેને થાય.
પુટયાક કલ્પના. લીલી વનસ્પતી આણને કચરીને ગળે કરો. પછી શીવણનાં અથવા વડનાં અથવા જાબૂડાનાં પાનામાં તે ગોળ વીંટાળીને પછી તે ગેળા ઉપર બે આંગળ અથવા અંગુઠા જેટલા જાડે માટીને લેપ કરો. પછી નીચે ઉપર અડાયાં સીંચીને વચમાં તે ગોળાને મૂકીને તપાવો. લાલચેળ દેવતાના રંગને તે. ગેળે થાય ત્યાં સુધી અગ્નિ દે. પછી ગોળાને બહાર કાઢીને પાનાં તથા માટી દૂર કરીને તે ગોળાને નીચવીને રસ કાઢવે. જે વનસ્પતિ સૂકી હોય તે તેને પાણીમાં અથવા જેમાં કહ્યું હોય તેમાં વાટીને ઉપર પ્રમાણે પુટપાક કરીને પછી રસ નીચેવી કાઢવે. આ પુટપાક સ્વરસ કાઢવાના કામમાં આવે છે. એ સ્વરસ પાછળ લખેલા બીજા પરિમાણ પ્રમાણે પીવે. એ રસમાં મધ નાંખીને પીવાનું હોય તે મધ અર્ધ પલ લેવું. બીજા ચૂર્ણ, કક, દૂધ, વગેરે જે પ્રવાહી પદાર્થ નાખવાને હેય તેનું માપ પછવાડે સ્વરસમાં કહ્યું છે, એટલું લેવું.
ચોખાનુ દેવરામણ કાઢવાની ક્રિયા. ખાંડેલા ચોખા એક પલ લેવા. તેમાં આઠ ગણું પાણી નાખીને હાથ વતી દેવા. પછી તે પાણી સર્વત્ર ઉપયોગમાં લેવું.
કવાથ કલ્પના, ચાર રૂપિયાભાર ઔષધ લઈને તેને થોડું થોડું કચરીને તે
For Private and Personal Use Only