________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ ) ओम् नमो भगवते श्रीपार्श्वनाथाय श्रीवीराय नमः । ओम् सत्यं सत्यवते જવા | તિમંત્ર:
૮ ગુગળ, સાપની કાંચળી, નગોડ, વજ, ઉપલેટ, ધંતુરાનાં બીજ, ઘી, એ સર્વે સમાન લઈને તેને ધૂપ કરવાથી બાળકોને ગ્રહદોષ નાશ પામે છે.
૯ ભારંગ, વાળ, દેવદાર, એ ઔષધ સમાન લઈ તેનું ચૂર્ણ કરી પાણીમાં વાટી પાવાથી બાળકોના સર્વ પ્રકારના તાવ મટે છે.
૧૦ ગળજીભી (ભેંય પાથરી) ધાવડીનાં ફૂલ, લેધર, બિડલવણ, મોરમાંસી, એ ઔષધને કવાથ અથવા અવલેહ મધ સાથે આપવાથી બાળકોને માટે અતિસાર નાશ પામે છે.
૧૧ શખ, જેઠીમધ, સુરમ, એ ઔષધેનું ચૂર્ણ કરીને લગાવાથી બાળકની ગુદા પાકી હોય તે મટી જાય છે.
૧૨ પીપર, રસાંજન, મેથ, એ ઔષધેનું સમભાગે ચૂર્ણ કરીને સાકર સાથે ખાવાથી તત્કાળ બાળકોને અતીસાર મટે છે.
૧૩ કાકોલી, ગજપીપર, લેધર, એ ઔષધોનો કવાથ સમભાગે કરીને પીવાથી બાળકોને અતિસાર મટે છે.
૧૪ પીપર, રસાંજન, કેરીના ગોટલાની ગોટલી, એ ઔષધનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી બાળકોની ઉલટી તથા ઝાડે બંધ થાય છે.
૧૫ ડાંગરની ધાણી તથા સિંધવનું ચૂર્ણ કરીને બીજેરાના રસમાં ખાવાથી બાળકની અતિઘણી ઉલટીને જરૂર મટાડે છે.
૧૬ ડાંગરની ણા, સિંધવ, કેરીની ગોટલી, એ ઔષધેનું સમભાગે ચૂર્ણ કરી તેને મધ સાથે ખાવાથી ઉલટી અને અતિસાર મટે છે.
૧૭ સાકર, પીપરનું ચૂર્ણ, સિંધવ, એલચી, શુંઠ, પીપર, મરી, એ ઔષધોનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી બાળકોને ઝાડે કબજ થયેલ મટે છે.
For Private and Personal Use Only