________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કોડીઆમાં સંપૂટ કરી ગજપૂટમાં મૂકી જંગલનાં છાંણાની આંચ દેવી. આથી ભસ્મ ધોળી થશે. ગજ સમચોરસ અને ગજ ઉંડા ખાડાને ગજપૂટ કહે છે.
બીજી રીત-તાંબાના બેવડા પિસાને ટીપાવી તેને પાતળે કરો, પછી તેને આકડાના દૂધમાં સાત વાર લાલચેળ કરી બૂઝવવો. પછી શેરના ઉપરનાં સિંઘેડાં વાટી તેને રસ કાઢી ઉકાળી તેમાં સાતવાર બૂઝવવો. ગળજીભીના રસમાં સાતવાર બૂઝવ, અને ભાંગરાના રસમાં સાતવાર બૂઝવ. પછી કેડીઆમાં ગળજીભી, ભેંયધેલી, તિલકાંટે, ત્રણે વસ્તુઓ સરખે ભાગે લઈ તેને વાટી લોન્ચ કરી વચમાં પેલે બેવડે પિસે મૂકી સંપૂટ કરી સાત કપડમટ કરી જગલનાં અડાયાંની છ પહેરની આંચ દેવાથી પેળી ભસ્મ થશે.
ચાંદીની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. ચોખ્ખી ચાંદી એક રૂપિયા ભાર લઈ તેનું પતરું કલદાર રૂપિયા જેટલું કરાવવું પછી તેને મેદીના રસમાં સવાર લાલચોળ તપાવી બૂઝવવું, પછી તેને પેલા રસરહિત લેચામાં મૂકી કપડમટ કરી સો અડાયાંમાં ફેંકી દેવું આથી ભસ્મ શુદ્ધ થશે.
પારાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. બે તોલા શુદ્ધ પારે લે અને બે તોલા કુવારપાઠાને રસ લેવો. તે બેને ખૂબ ખલ કરવાં; જ્યારે સૂકાઈ જાય ત્યારે બીજે બે તેલા રસ નાંખવે. એમ સાઠ વાર કરવું. પછી તેને કાચની મજબૂત સીસીમાં ભરે અને તેને મેંઢ મજબૂત મુદ્રા કરવી. પછી તેને વાલુકાયંત્રમાં મૂકી બાર પહેર આંચ દેવી. તીવ્ર, મધ્યમ, અને અ૫ ચાર ચાર પહેરની આંચ દેવી. પારાની ભસ્મ થશે.
બીજી રીત-શુદ્ધ પાર લે પછી તેને લાજુલાડીના રસમાં
For Private and Personal Use Only