________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ ) ઘણીવાર સૂધી ખલ કરે-જ્યાંસુધી દેખાય નહીં ત્યાંસુધી ખલા કરે. પછી તેને મૂષમાં મૂકી તેના ઉપર તેને જ રસ રેડો. મૂષ બંધ કરી મુદ્રા કરી બશેર છાણની આંચ દેવી. ભસ્મ થશે.
સેમલની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. સોમલ તો એક, હડસાંકળ તોલા દશ, ફૂટી લૂગદી કરી તેને માં સોમલ મૂકો. અડધો કલાક રાખી મૂકી અચ્છેર અડાયાંની આંચમાં ફૂંકવું.
બીજી રીત–આકડાના દૂધમાં લૂગડું ત્રણ દિવસ પલાળી રાખવું. પછી તેમાં એક તોલે સોમલ મૂકે. અચ્છેર અડાયાંની આંચ દેવી. ભસ્મ થશે.
- શીસાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે.
છેર સીસું ગાયના મૂત્રમાં, તેલમાં, તથા છાશમાં સાતવાર ધવું એટલે શુદ્ધ થશે. પછી તેને લેખંડની કઢાઈમાં નાંખવું અને નીચે આંચ કરવી. પીગળે એટલે તેને કુંવારપાઠાના મૂળથી ખૂબ ઘસવું. એમ બે ત્રણ દિવસ કરવું એટલે ભસ્મ થશે. પછી તે ભમને કુંવારના રસમાં ખલ કરી પચાસ પૂટ દેવા. દરેક પૂટે પાંચ શેરની આંચ કરવી, ભસ્મ થશે.
હરતાલ ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે. વરખી આ હડતાલ એક તોલો લેવી. તેને ત્રણ ત્રણ દિવસ સુધી તેલમાં, છાશમાં, તથા ગાયના મૂત્રમાં પલાળી મૂકવી. પછી ઝઝટાની ભસ્મ શેર દશ કરી એક માટલામાં પાંચ શેર ભરવી; તેની વચમાં કેડી આમાં સંપૂટ કરી પેલી હડતાલ મૂકવી. પછી ઉપર પાછી પાંચ શેર ભસ્મ ભરવી. માટલાનું મૂખ બંધ કરવું. બાર પહેરની આંચ દેવી. ભસ્મ થશે.
For Private and Personal Use Only