________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૫) વાથી અગ્નિથી દાઝવાથી જે ત્રણ થયું હોય તે રૂઝે છે તથા પીડા શમી જાય છે.
વિષના ઉપાયો बंध्याकर्कोटिकामूलं छागमूत्रेण भावितम् । नस्यं कांजिक संपिष्टं विषोपहृतचेतसाम् ॥ ११३ ॥ मूलत्वपत्रपुष्पाणि बीजं चेति शिरीषजम् । गोमूत्रचूर्णितं ह्येतद्भेषजं विषनाशनम् ॥ ११४ ।। मरिचं निवपत्राणि सैंधवं मधुसर्पिषा। नंति संर्वाणि वेगेन विषं स्थावरजंगमम् ॥ ११५ ॥ रजनीसैंधवक्षौद्रसंयुतं घृतमुत्तमम् । पानं शूलविषार्तस्य सर्पदष्टस्य चेष्यते ॥ ११६ ॥ स्वेदं वेपथुरोमांची शरीरे वृश्चिकोद्भवम् । सद्यः सैंधवपानं च घृतयुक्तं विनाशयेत् ॥ ११ ॥ तिलतैलं गुडं चार्कक्षीरेण सह लोडयेत् ।। योज्यं शुनकदंशेतु सर्पोत्थविषनाशनम् ॥ ११८ ॥ तालनिबदलं केशा चूर्ण तैलं तथा घृतम् । धूपो वृश्चिकविद्धस्य शिखिपत्रघृतेन वा ॥ ११९ ॥ ૧ વાંઝણી કટલીનું મૂળ લાવીને તેને બકરાના મૂત્રની ભાવના આપવી. પછી તેને કાંજીમાં વાટીને ઝેરથી મછત થયેલા માણસને તેનું નસ્ય આપવું (સુંઘાડવું–નાકમાં ટીપાં નાંખવાં) તેથી ઝેર ઉતરે છે.
૨ સરસના ઝાડનાં મૂળ, છાલ, પાંદડાં, ફૂલ, અને બીજ, એ સર્વેને ગાયના મૂત્રમાં વાટીને તેનું નસ્ય આપવું તેથી ઝેર ઉતરે છે.
૩ મરી, લીમડાનાં પાંદડાં, સિંધવ, એ સર્વને મધ તથા ઘી સાથે ખવરાવવાથી સ્થાવર તથા જંગમ વિષ નાશ પામે છે.
૪ હળદર અને સિંધવ, મધ તથા ઘીમાં નાખીને સાપે ડરેલા માણસને પાવું. તેથી શૂળ સહિત ઝેરની વેદના નાશ પામે છે.
૫ વીંછી કરડવાથી શરીરે પરસેવો વળે છે, શરીર ધ્રુજે છે અને રૂવાં ઉભાં થાય છે. તેવા માણસને તરતજ સિંધવ તથા ઘી પાવાથી વીંછીની વેદના નાશ પામે છે.
For Private and Personal Use Only