________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી તેલ તથા ગાયના મૂત્રમાં તેને પકવ કરવું. તેલ માત્ર શેષ રહે ત્યારે તેને ગાળી લેઈ તે તેલ શરીરે ચોળવાથી લુખસ, વિચર્ચિકા, કેન્દ્ર, અને દારૂણ એવા માથાના કેઢ નાશ પામે છે.
૧૧ ગુંઠ, પીપર, મરી, સિંધવ, દર, હરતાળ, એ સર્વને ગાચના મૂત્રમાં યુકત કરીને લેપ કરવાથી કેઢ, વિચર્ચિકા, ખસ અને દરાઝ મટે છે.
૧૨ કુંવાડિયાનાં બીજ તથા વાવડીંગ, એ બેને ગાયના મુત્રમાં વાટીને લેપ કરવાથી થોડા દહાડાથી થયેલે કોઢ મટી જાય છે.
૧૩ વઢવાડિયાનાં મૂળ, લીમડાનાં પાંદડાં, વાવડીંગ, ઉપલેટ, દંતીમૂળ, ચિત્રો, એ સર્વને કાંજીમાં વાટીને લેપ કરવાથી ધોળો કોઢ મટે છે.
૧૪ ધળી ગરણીનાં મળ વાશી પાણીમાં વાટીને લેપ કરવાથી ઘણા કાળથી થયેલ ધોળે કેઢ જરૂર મટે છે.
૧૫ ચઠી, ચિત્ર, વજ, ઉપલેટ. લીમડાનાં પાંદડાં, એ સર્વનું ચૂર્ણ કરીને કાંજીમાં વાટી લેપ કરવાથી ઘેળો કોઢ મટે છે.
૧૬ કમળબીજ, લેહચૂર્ણ, હરડે, બેઢાં, આમળાં, શુંઠ, પીપ૨, મરી, સાકર, એ સર્વનું ચૂર્ણ કરી મધ તથા ઘી સાથે ખાવાથી ધળો કેઢ મટે છે.
૧૭ કરેણનાં મૂળ, છાલ, પાંદડાં, ફૂલ, અને ફળ લેઇને તેવડે સિદ્ધ કરેલું તેલ ચેળવાથી કોઢ મટે છે.
૧૮ કોઢના રોગ વાળાને જીવડા પડીને તેથી હાથ પગ તૂટી પડે છે. એવા કોઢ, રેગ વાળાએ દોડકીનાં બીજ, કડવા લીંબડાનાં પાંદડાં, અને શુંઠ, એ ઓષધેથી પકવ કરેલું તેલ ચળવું.
ખસના ઉપાય. माहिषं नयनीतं च सिंदूर मरिचान्वितम्। पामां हन्ति प्रलेपेन पापं वीरो यथास्मृतः ॥ ४९ ।।
For Private and Personal Use Only