________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ સ્ના, વૃદ્ધિવૃક્ષ, જવાન, મરી, હરડે, એ સર્વ સમાન ભાગે લેવું. ગુગળ બમણે લેવો. એ સર્વેનું ચૂર્ણ ઘી સાથે ખાવાથી વાયુ, વિસૂચિકા, (મૂળ), ગુલ્મ, (ગોળો), શૂળ, કપ, અને ઉધ્વસી નામે રોગ, એ સર્વેને મટાડે છે.
૧૨ દેવદાર, ઉપલેટ, રાસ્ના, શુંઠ, ચિત્રો, રીંગણી, ગુગળ, એ સર્વે એક એક ભાગ ચઢતું લઈને તેને કેળના રસમાં પકવ કરવું, એટલે કેળના રસમાં તેને કવાથ કરે. પછી તે કવાથમાં દૂધ તથા તેલ નાખીને તેલ પકવ કરવું અને શરીરે ચોળવું. એ તેલ પિતાના પ્રત્યેક અંગ ઉપર ચેળવાથી સઘળા પ્રકારના વાયુ નાશ પામે છે.
૧૩ શતાવરીના મૂળને રસ ચાર તેલા, તેલ ચોસઠ તેલા, અને દૂધ ચોસઠ તેલ લેવું, પેળીનગડ, ન દેવદાર, શિલાજીત, મેરમાંસી, એ સર્વે ચાર ચાર તેલા લઈને તેનું કલક કરીને તેમાં નાખવું. પછી તેલ શેષ રહેતાં લગી તેને ઉકાળીને તેલ ગાળી લેવું. એ તેલને નારાયણ તેલ કહે છે. જે માણસે અનેક પ્રકારના વાયુના રોગથી પીડાયલા હેય તેઓના આ તેલ શરીરે ચોળવાથી અનેક પ્રકારના વાયુના રોગ જલદી મટી જાય છે.
૧૪ વરણો, દીવેલે, ધોળી નગોડ, બેડીએકલાર, સરગવો, શતાવરી, કાંડવેલ, રીંગણ, ભેંયરીંગણી, રાતા એરંડાનું મૂળ, એ ઓષધોથી તેલ સિદ્ધ કરીને તેને લેપ કરવાથી મજજા, અસ્થિ, સ્નાયુ, અને સંધિમાં રહેલો વાયુ તથા આખે અંગે કે પેલો વાયુ જલદીથી નાશ પામે છે.
વૃદ્ધાવાતારિ તેલ. दुग्धं प्रस्थद्वयं तैलप्रस्थमेवं तथा रसः । शतावर्या वचा कुष्टं चंदनं देवदारु च ॥ ९५ ।। कंकोला विदुला रास्ना मंजिष्टैलारुदंतिका । शैलेयमश्वगंधा च मांसी चिक्कणिकाखिलम् ॥ ९६ ॥ अर्द्धार्द्ध पलमानं स्यात्पक्वं मृद्वग्निना शनैः । एकांगशुष्कमजास्थि भग्नसांध्यं नृणां तथा ॥ ९७ ॥
For Private and Personal Use Only