________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૧ ) ને તેને વમન તથા વિરેચન આપવું. રાજા, શ્રીમંત, બાળક, વૃદ્ધ, બીકણ, સ્ત્રી, એવાં માણસને જળે મુકીને લેહી ખેંચવવાને ઉપાય સુખકારક છે.
૨ હરડે, કરંજનાં બીજ, હળદર, સિંધવ, વાવડીંગ, એ સર્વને ગાયના મૂત્રમાં એકઠાં વાટીને લેપ કરવાથી કોઢ મટે છે.
૩ ઉપલેટ, સિંધવ, સરસવ, વાવડીંગ, એ સર્વે સમાન લઈને તેનું ચૂર્ણ કરીને કાંજીમાં વાટીને તેને લેપ કરવાથી દાદર (દરજી) અને મંડલ કુષ્ટ (જેમાં ચકામાં પડે છે તે કઢ) મટે છે.
૪ શેર, કરેણ, અને આકડે, એ ઔષધની છાલમાં સિંધવ તથા ચિત્રો મેળવીને તેનું કટક ગાયના મૂત્રમાં કરી તે કલ્ક ગાયના મૂત્રમાં તેલ નાખીને પકવ કરવું. એ તેલ શરીરે ચોળવાથી કેઢ મટે છે.
૫ વાવડીંગ, સાકર, તેલ, હરડે, લેહચૂર્ણ, ગજપીપર, એ સવેનું ચાટણ કરવાથી ઘણા ભારે કેદ્ર હોય તે પણ તે સઘળા મટે છે.
૬ વાવડીંગ, ત્રિફળા, પીપર, એ સર્વે સમાન લઈ તેનું ચૂર્ણ કરીને તેનું ચાટણ કરવાથી કોઢ, પ્રમેહ, નાડીત્રણ, અને ભગંદર, નાશ પામે છે.
કષ્ટવાળાનું પથ્ય. शालिकोद्रवगोधूमयवमुद्गादयोहिताः। पुराणाः कुष्टिनामुक्ताः शाकजांगलवर्जिताः ॥ १६ ॥ ૭ ડાંગર, કેદરા, ગહું, જવ, મગ, વગેરે અનાજ જૂનાં હોય તે કુષ્ટવાળાને હિતકારક કહેલાં છે. માત્ર શાક અને જગલી પશુએનાં માંસ વગેરે અહિતકારક છે.
વાતાદિ દોષથી થયેલા કઢનાં લક્ષણ, सकंडू वेदनं श्याम कुष्टं स्याद्वातदोषतः । सदाचं लोहितं कुष्टं पित्तदोष समुद्भवम् ॥ १७ ॥ गौरं सुशीतलं स्निग्धं नीलं वा श्लेष्मसंभवम् । त्रिदोषजं त्रिभिर्दोषैरसाध्यं तत्तकीर्तितम् ॥ १८ ॥
૨૧
For Private and Personal Use Only