________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ ) 'સિંધવ, અને ચાર તેલા જીરું નાખીને તેલ પકવ કરવું અને પછી તેને લેપ કરે, એથી અંડવૃદ્ધિ મટે છે. - ૫ ધોળા દિવેલાનાં મૂળ, અરહુનાં મળ, હરડે, બેઢાં, આમળાં વજ, એ સર્વને કાંજીમાં વાટીને લેપ કરે તેથી અંડમાં શુળ મારતું હશે, તે મટી જશે.
૬ ધેળા એરંડાનું એરડીઉ મધમાં મેળવીને ઘટે તે પ્રમાણે વજન લેઈને પીવાથી અંડવૃદ્ધિ, ન પાકે એવાં ગૂમડાં, પિત્તની ગાંઠ, એ સર્વને મટાડે છે. - ૭ વાવડીંગ, જેઠીમધ, શુંઠ, પીપર, મરી, સિંધવ, એ ઔષધિઓથી સિદ્ધ કરેલું તેલ જવાથી અપચી (ન પાકે એવાં ગુ. મડ) ને મટાડે છે એમ જાણવું.
૮ હરડેના ચૂર્ણમાં ધોળા દિવેલાનું દિવેલ પકવ કરીને ગાયના મૂત્ર સાથે પીવાથી કપ અને વૃષણવૃદ્ધિને મટાડે છે.
૯ આકડાનાં પાનાં સાથે શુદ્ધ સિંધવને વાટીને ગરમ કરો; પછી તેને લેપ કરવાથી અંડવૃદ્ધિ શમી જાય છે તે ફરીને થતી નથી.
૧૦ સિંધવને ઘીમાં પકવ કરે અને તેમાં ત્રિફળાનું ચૂર્ણ નાખીને રાખી મૂકવું; પછી તે બેને લેપ સાત દિવસ સુધી કરવાથી અંડવૃદ્ધિ નિશ્ચય મટે છે.
૧૧ ઉદરકની, શિવલિંગનું મૂળ, અને દિવેલાનું મૂળ, એ ત્રણને પાણીમાં સારૂં બારીક વાટીને તેનો લેપ કરવાથી ફૂલ સહિત અંડવૃદ્ધિ જલદી મટી જાય છે.
૧૨ અરડૂસીનાં મૂળ, દેવદાર, રાસ્ના, શુંઠ, ચિત્રાનાં મૂળ, પટેલી, સિંધવ, ઉપલેટ, એ ઔષધનો લેપ અંડવૃદ્ધિને મટાડે છે. - ૧૩ ઈદ્રવારણના મૂળનું ચૂર્ણ કરીને તેને દીવેલમાં ઘુંટવું. પછી તેને ગાયના ઘી તથા દૂધ સાથે પીવું. એથી ગમે તેવી કઠણ અંડવૃદ્ધિ હશે તો તે પણ મટશે.
For Private and Personal Use Only