________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). ૫. ઘેડાની લાદમાં મનશીલ વાટીને આંખે આંજવાથી તંદ્રા (ઘન)ને નાશ થાય છે.
૬. નાગરવેલનાં પાન તથા હરડે એ બંનેને સારી રીતે બારીક ઘુટીને પછી તેનું અંજન કરવાથી નેત્રના નિદ્રાદિક વિકાર નાશ પામે છે.
૭. કાકમાચી (પીલુડી?) નાં મૂળ માથે બાંધવાથી તે ઉઘને દૂર કરે છે.
૮. કાકજંઘા (?) નાં મૂળિયાં પણ મનુષ્યની આંખને નિર્મળ કરનારાં છે.
इति परमजैनाचार्यश्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि नेत्ररोगप्रतीकारनामा चतुर्थः समुद्देश: ॥ ४ ॥
हृदयना रोग. હૃદયમાં થનારા રોગની ગણના. वातपित्तकफोद्भूताः कासो हृच्छूलमुध्वसी । क्षयरुग्गुल्महिष्काश्च रोगाः सप्तैव हृद्गताः ॥ १ ॥ ખાંસી, હદયના રોગ, શળ, ઉધ્વસી (ઉધાન) નામે રેગ, ક્ષય રોગ, ગુલમ અને હિક્કા, એ સાત રોગ વાત, પિત્ત, અને કફથી હૃદયમાં થાય છે માટે તેને હદયના રોગ કહે છે.
વાતકાસનું લક્ષણ, शूलं हृत्कुक्षिशीर्षेषु स्वरभंगोथ कासति । शुष्कमत्युञ्चशब्देन वातकालस्य लक्षणम् ॥ २ ॥ વાયુથી થયેલી ખાંસીના રોગમાં રોગીને હૃદય, કુખે અને માથામાં શળ થાય છે, સ્વર ખોખરે થઈ જાય છે, તથા ઘણું મેટા અવાજ સાથે સૂકી ખાંસી થાય છે. એ લક્ષણો વાતકાસનાં છે.
For Private and Personal Use Only