________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) લેવું. એ ઐષધોનું કલ્ક કરી ઘીમાં નાખીને ધીમે તાપે ઘીને પકવ કરવું. એ ઘી ખાવાથી વાયુને ગુમ મટે છે, કૃમિ નાશ પામે છે, અને શ્વાસને રેગ પણ નિશ્ચય નાશ પામે છે.
૨ બીજોરા રસ, હિંગ, સિંધવ, બિડલવણ, દાડિમ, હરડે, એ ઐષધેનું કલ્ક કરીને ખાવાથી વાયુને ગુલ્મ મટે છે.
૩ બરબજ, સિંધવ, હિંગ, હરડે, પુષ્કરમૂળ, સંચળ, એ સર્વને જવખારના પાણી સાથે પીવાથી વાયુને ગુલ્મ મટે છે.
૪ વાયવિહંગ, ત્રિફલા, શુંઠ, પીપર, મરી, ચવક, ધાણા, ચિત્ર, એ ઔષધોનું કલક કરી તેમાં ચારગણું ઘી તથા દૂધ નાખી તેને ૫કવ કરી ઘી માત્ર શેષ રહે ત્યારે ગાળી લેઈ તે દરરોજ બે તેલા પ્રમાણે પીવાથી વાયુને ગુલ્મ મટે છે.
ઘી પકવ કરવાને વિધિ આ પ્રમાણે છેઃ–ધી કરતાં દૂધ આઠગશું લેવું, અને દૂધ કરતાં પાણી ચારગણું લેવું. પછી ઘી માત્ર શેષ રહે ત્યાં સુધી પકવે કરવું.
પિત્તગુલમનું લક્ષણ स्वेदः श्वासो भ्रमो वर्क कटुकं च जलान्वितम् । तृषा दाघ इति शेयं पित्तगुल्मस्य लक्षणम् ॥ ८७ ॥ રેગીને પરસેવો થાય, શ્વાસ ચઢે, ફેર આવે, મેઢું કડવું થઈ જાય, તેમાં પાણી આવે, તરસ લાગે, દાહ થાય, ત્યારે તે રોગીને પિત્તથી ગુલ્મ થયો છે એમ જાણવું. મતલબ કે એ લક્ષણે પિત્ત ગુલમનાં છે.
પિત્તગુલમના ઉપાય. भेषजस्य बिभीतस्य शिवायाः समचूर्णकम् । पित्तगुल्मं हरत्याशु भुक्तं शर्करया सह ॥ ८८ ।। શુંઠ, બેઢાં, તથા આમળાનું ચૂર્ણ સમાન ભાગે કરીને તેને સામે કર સાથે ખાવાથી પિત્તગુલ્મ તરત મટી જાય છે.
કફ ગુમનાં લક્ષણ. अंतर्दाहो बहिः शीतमास्यं स्निग्धं जलान्वितम् । श्वासोरुचिरिति शेयं श्लेष्मगुल्मस्य लक्षणम् ॥ ८९ ॥
For Private and Personal Use Only