________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ ) ઉલટી, જળોદર, શ્વાસ, શૂળ, બરોળ, અહિજબુક (?) એવા મનુષ્યનો જીવ લેનાર રોગ ઉદરમાં થાય છે. '
વાયુની ઉલટીનું લક્ષણ, ईषदुष्णा सफेना च सशूलाथ पुनः पुनः । छर्दिर्भवति लक्ष्मैतद्वातदिः प्रकीर्तिता ॥ २ ॥
જે ઉલટી લગાર ગરમ તથા ફીણવાળી, જે ઉલટી થતાં પેટમાં દૂખતું હોય અને જે વારંવાર થતી હોય, તે એ ચિન્હ ઉપરથી તે ઉલટી વાયુની છે, એમ કહેવાય છે.
વાયુની ઉલટીના ઉપાય. कृत्वा विरेचनं पश्चान्मधुना सह भक्षितम् । पथ्या चूर्ण कृतं हन्ति वातदिमसंशयम् ॥ ३ ॥ सुवर्चला विडंगानि सैंधवं कटुकत्रयम् । वातच्छर्दिहरं चूर्ण भक्षितं तद्विनाशनम् ॥ ४ ॥ सैंधवं सर्पिषा पीतं वातच्छर्दिविनाशनम् । किंवा जवानिका चूर्ण भक्षितं तद्विनाशनम् ॥ ५ ॥ ૧ પ્રથમ ઉલટીના રોગવાળાને વિરેચન આપવું. પછી મધ સાથે હરડેનું ચૂર્ણ ખાવું. એમ કરવાથી વાયુની ઉલટી જરૂર નાશ પામશે. - ૨ સંચળ, વાવડીંગ, સિંધવ, શુંઠ, પીપર, મરી, એ ઔષધનું ચૂર્ણ વાયુની ઉલટીને હરનારું છે, માટે તેને ખાવાથી વાયુની ઉલટી નાશ પામે છે.
૩ ઘી સાથે સિંધવ પીવાથી વાયુની ઉલટી મટી જાય છે, અથવા જવાન (એ જાતને અજમે) ખાવાથી પણ વાયુની ઉલટી મટે છે.
પિત્તની ઉલટીનાં લક્ષણ सदाहा लोहिता पीता हरिता साऽथवा भवेत् । छर्दिरित्युच्यते लक्ष्म पित्तर्दिरसंशयम् ॥ ६ ॥ જે ઉલટી દાહયુક્ત, રાતી પીળી, કે લીલી થાય, તે તે ચિન્હ ઉપરથી તે ઉલટીને પિત્તની ઉલટી કહે છે.
For Private and Personal Use Only